Home » Reviews » Film Reviews» Kuldip Patwal I Didnt Do It- Movie is Full Of lesser Known but Strong Star Cast

Movie Review: કુલદીપ પટવાલ: I Didn't Do It!

divyabhaskar.com | Last Modified - Feb 02, 2018, 01:39 PM IST

જાણો કેવી છે ફિલ્મની કહાણી, જોવી જોઈએ કે નહીં.
 • Movie Review: કુલદીપ પટવાલ: I Didn't Do It!
  Movie Review: કુલદીપ પટવાલ: I Didn't Do It!
  Critics Rating
  User Rating
  • Genre: ક્રાઈમ ડ્રામા મિસ્ટ્રી
  • Director: રેમી કોહલી
  • Plot: જાણો કેવી છે ફિલ્મની કહાણી, જોવી જોઈએ કે નહીં.

  ફિલ્મ રિવ્યૂ ‘કુલદીપ પટવાલ: I Didn't Do It!'
  સ્ટાર-કાસ્ટ દીપક ડોબરિયાલ, ગુલશન દેવૈયા, જમીલ ખાન, રાયમા સેન, પરવીન ડબાસ, અનુરાગ અરોરા
  નિર્માતા રેમી કોહલી
  સંગીત અનુજ ગર્ગ
  પ્રકાર ક્રાઈમ ડ્રામા મિસ્ટ્રી

  પ્રથમવાર ડિરેકશન ક્ષેત્રે પ્રવેશનારા રેમી કોહલીએ દીપક ડોબરિયાલ, રાયમા સેન, ગુલશન દેવૈયા જેવા મજબૂત કલાકારો સાથે આ ફિલ્મ બનાવી છે, ચલો જાણીએ કેવી બની છે આ ફિલ્મ.

  કહાણીઃ


  - કહાણીનો પ્રારંભ 3 ગોળીઓના અવાજ સાથે થાય છે, જ્યાં એક રેલી દરમિયાન ચીફ મિનિસ્ટર (પ્રવીણ ડબાસ)ને સ્ટેજ પર ગોળી મારવામાં આવે છે. ગોળી ચલાવવાની શંકા કુલદીપ પટવાલ (દીપક ડોબરિયાલ) નામના મીડિયમ ક્લાસ વ્યક્તિ પર કરવામાં આવે છે. કુલદીપ પોતાના બચાવમાં માત્ર આ જ વાત કરે છે કે તેણે આ મર્ડર નથી કર્યું. કહાણીમાં જીતૂ (જમીલ ખાન), ઈન્સપેક્ટર અજય રાઠોડ (અનુરાગ અરોરા)ની એન્ટ્રી થાય છે. લોકહિતમાં કામ કરતા વકીલ પ્રદ્યુમાન (ગુલશન દેવૈયા)ને કુલદીપનો કેસ આપવામાં આવે છે. બીજી તરફ ચીફ મિનિસ્ટરની પત્ની (રાયમા સેન) જાતે જ પતિનો કેસ લડે છે. કોર્ટમાં ઘણા વાદ-વિવાદ થાય છે અને અંતે એક નિર્ણય સામે આવે છે, જે ફિલ્મને જોયા બાદ જ ખબર પડી જશે.

  ડિરેક્શનઃ


  - ડિરેક્શન સારુ છે, નાના શહેરની કહાણી દેખાડવા માટે લોકેશન પણ સારા છે. બેકડ્રોપ સાથે-સાથે કેમેરા વર્ક પણ સારી રીતે કરવામાં આવ્યું છે. જેને કારણે એક્ટ્રેસના હાવ-ભાવ પણ સારા દેખાય છે. ફિલ્મની સ્ટોરી ઘણી નબળી લાગે છે અને લાગતુ જ નથી કે 21મી સદીમાં કોઈ ફિલ્મ જોઈ રહ્યાં હોઈએ. ફિલ્મની સ્પીડમાં વારંવાર ફ્લેશબેક બ્રેક મારતું હોય તેમ લાગે છે, એક સમયે લાગે છે કે આ શું થઈ રહ્યું છે? સ્ક્રિપ્ટ ઘણી ટાઈટ હોવી જોઈતી હતી. કટ ટૂ કટ વાત હોત તો આ મર્ડર મિસ્ટ્રી જોવામાં વધુ મજા આવતી. ફિલ્મમાં કોઈ ગીત ન હોવાથી રીલિઝ પહેલા તેનું કોઈ બઝ ક્રિએટ ન થયું. ફિલ્મમાં અમુક સ્થળે જાતિગત આરક્ષણ, હોસ્પિટલોમાં સુવિધાનો અભાવ જેવી વાતો પણ કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સ્ક્રિપ્ટ બરાબર ન હોવાથી આ વાતો કન્ફ્યૂઝિંગ અને બિનઅસરકારક લાગી રહી હતી.

  સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ


  - ગુલશન દેવૈયાએ પંજાબી વકીલ તરીકે શાનદાર કામ કર્યું છે. દીપક ડોબરિયાલે એક મધ્યમવર્ગના કેરેક્ટરને સારી રીતે ભજવ્યો છે અને અમુક જગ્યાએ તેમણે લોકોને ચોંકાવ્યા પણ છે. વળી જમીલ ખાન, પ્રવીણ દબાજ, રાયમા સેન અને પોલીસ ઓફિસર તરીકે અનુરાગ અરોરાએ સારું કામ કર્યું છે.

  મ્યૂઝિકઃ


  ફિલ્મમાં ગીતો નથી, પરંતુ બેકગ્રાઉન્ડ કોર એવરેજ છે.

  જોવી કે નહીં:


  વાસ્તાવિકતા પર આધારિત સ્ટોરી, ગુલશન દેવૈયા અથવા દીપક ડોબરિયાલના ફેન હોવ તો ટ્રાઈ કરી શકો.

No Comment
Add Your Comments
(Film Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kuldip Patwal I Didnt Do It- Movie is Full Of lesser Known but Strong Star Cast
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Reviews

Trending

Top