Home » Reviews » Film Reviews» Hichki Bollywood Movie Watchable If Your Are The Fan Of Rani Mukerji

Movie Review: માત્ર રાની મુખર્જીના કારણે જોઈ શકો છો ‘હિચકી’

divyabhaskar.com | Last Modified - Mar 23, 2018, 01:46 PM IST

ડિરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રાની ફિલ્મ ‘હિચકી’ રીલિઝ થઈ ગઈ છે.
  • Movie Review: માત્ર રાની મુખર્જીના કારણે જોઈ શકો છો ‘હિચકી’
    Movie Review: માત્ર રાની મુખર્જીના કારણે જોઈ શકો છો ‘હિચકી’
    Critics Rating
    User Rating
    • Genre: સોશિયલ ડ્રામા
    • Director: રાની મુખર્જી, સુપ્રિયા પિલગાંવકર, હર્ષ મેયર, સચિન પિલગાંવકર
    • Plot: ડિરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રાની ફિલ્મ ‘હિચકી’ રીલિઝ થઈ ગઈ છે.

    ડિરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રાની ‘હિચકી’ શુક્રવારે રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મ થકી રાની મુખર્જી ફિલ્મ્સમાં કમબેક કરી રહી છે.

    વાર્તા
    - યશરાજ ફિલ્મના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘હિચકી’, હોલિવૂડ મૂવી ‘ફ્રન્ટ ઓફ ધ ક્લાસ’થી પ્રેરિત છે. ફિલ્મની વાર્તા નૈના માથુર(રાની મુખર્જી)થી શરુ થાય છે, જે ટોરેટ સિન્ડ્રોમથી પીડિત હોય છે અને તેને બોલવામાં સમસ્યા થતી હોય છે. આ જ કારણે તેને ટીચરની જોબ મેળવવામાં પણ મુશ્કેલી થાય છે. અંતે તેને એક સ્કૂલમાં નોકરી મળી જાય છે અને 14 સ્લમ એરિયાના બાળકોને ભણાવવાની જવાબદારી આપવામાં આવે છે. આ બાળકોને ભણાવવાની જવાબદારી તો નૈના લઈ લે છે, પરંતુ આ બાળકો રોજ નૈનાને હેરાન કરવા નવી પદ્ધતિઓ શોધે છે. આ બાળકોને નૈના સુધારવામાં સફળ થાય છે, શું નૈના એક સારી ટીચર બનવામાં સફળ થાય છે, સ્કૂલના પ્રિન્સપાલ કેવી રીતે વર્તન કરે છે? આ બધુ જાણવા ફિલ્મ જોવી પડશે.

    ડિરેક્શન
    - ડિરેક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘હિચકી’માં કોઈ નવીનતા નથી. ફિલ્મ જોતા સમયે આગળ શું બનશે તે સમજી શકાય છે. એવા ગરીબ બાળકોની સ્ટોરી છે જે જીવનમાં કંઈ નથી કરવા માગતા અને તેમનું જીવન ટીચર બદલે છે. ફિલ્મની સ્ટોરી ઘણી કાલ્પનિક છે. સિદ્ધાર્થ તેને સ્ક્રિન પર યોગ્ય રીતે રજૂ ન કરી શક્યો. ફિલ્મનો ક્લાઈમેક્સ અને તેના ટ્વિસ્ટ ઘણા કંટાળાજનક છે.

    એક્ટિંગ
    - 4 વર્ષ બાદ રાની મુખર્જી ફિલ્મ ‘હિચકી’થી કમબેક કરી રહી છે. સંપૂર્ણ ફિલ્મ રાનીના ખભા પર ટકી છે. તેણે પોતાના રોલને શાનદાર રીતે ભજવ્યો છે. સચિન અને પ્રિયા પિલગાંવકરે રાનીના માતા-પિતાનો રોલ સારી રીતે કર્યો છે. રાનીના ભાઈના રોલમાં હુસૈન દલાલ બરાબર લાગ્યો. ભાઈ-બહેનનો સંબંધ વધુ સારી રીતે દર્શાવી શકાયો હોત.

    મ્યૂઝિક
    - ફિલ્મમાં મ્યૂઝિક ઠીક-ઠીક છે. રીલિઝ પહેલા એકાદ ગીત સામે આવ્યું હતું.

    જોવી કે નહીં
    - રાની મુખર્જીના ફેન હોવ તો જ આ ફિલ્મ જોવી જોઈએ

No Comment
Add Your Comments
(Film Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hichki Bollywood Movie Watchable If Your Are The Fan Of Rani Mukerji
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Reviews

Trending

Top