Home » Reviews » Film Reviews» ‘કાલા’ ફિલ્મ રીલિઝ થઈ I Rajnikanth is Back With Bang in Kaala

Film Review: ‘કાલા’

divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 03:50 PM IST

'કબાલી'ના ડિરેક્ટર પા રણજીત જ 'કાલા'ના ડિરેક્ટર છે
  • Film Review: ‘કાલા’
    Film Review: ‘કાલા’
    Critics Rating
    User Rating
    • Genre: એક્શન ફિલ્મ
    • Director: પા. રણજીત
    • Plot: 'કબાલી'ના ડિરેક્ટર પા રણજીત જ 'કાલા'ના ડિરેક્ટર છે

    વાર્તાઃ 'કાલા'ની વાર્તા રજાનીકાંતની આસપાસ ફરે છે. ફિલ્મમાં રજનીકાંતે કાલાનું પાત્ર ભજવ્યું છે. કાલા મુંબઈની ધારાવીનો રાજા છે. તેના શબ્દો ત્યાંની પ્રજા માટે અંતિમ છે. ધારાવીમાં કોઈ પણ આવી શકે છે પરંતુ તે બહાર માત્રને માત્ર કાલાની મરજીથી જ જઈ શકે છે. કાલા પરિવાર સાથે રહે છે. તેની પત્ની(ઈશ્વરી રાવ)ને ઘણો જ પ્રેમ કરતો હોય છે. સ્થાનિક રાજકારણી હરિદેવ અભ્યંકર(નાના પાટેકર) તથા કાલા વચ્ચે દુશ્મની હોય છે. હરિદેવ અભ્યંકર ભૂ-માફિયા હોય છે. હરિદેવ ડોન કાલાના વર્ચસ્વને પોતાના લાભમાં ઉપયોગ કરવામાં આવે છે. આ દરમિયાન બંનેની વચ્ચે ઝરિના(હુમા કુરૈશી) આવી જાય છે. ઝરિના હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ અને સિંગલ મધર હોય છે. ભૂતકાળમાં ઝરિના તથા કાલા વચ્ચે પ્રેમ સંબંધો હોય છે અને હાલમાં પણ બંને એકબીજા પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવે છે. કાલાના તમામ સંતાનો પિતાની હિંસા અને ડોનગીરીને સપોર્ટ કરે છે પરંતુ એક પુત્ર લેનિન(મણીકંદન) પિતાની વિરૂદ્ધમાં હોય છે. લેનિનને સ્થાનિક યુવતી પાયલ(અંજલી પાટિલ) સપોર્ટ કરે છે.

    ડિરેક્શનઃ

    'કબાલી'ના ડિરેક્ટર પા રણજીત જ 'કાલા'ના ડિરેક્ટર છે. 166 મિનિટ્સની આ ફિલ્મ ઘણી જ લાંબી છે. ફિલ્મની વાર્તા ચાહકોને જકડી રાખતી નથી. માત્ર રજનીકાંતની એક્શન અને એક્ટિંગ ચાહકોને જોવી ગમે છે. રજનીકાંતે એકલે હાથ ડઝનેક ગુંડાઓને માર મારે છે. એક સીનમાં માત્ર છત્રી વડે રજનીકાંત ડઝન્સથી પણ વધુ ગુંડાઓ સામે લડે છે. આ સીન પર રજની ફૅન સીટીઓ મારે છે. હુમા કુરૈશી તથા રજનીકાંતના રોમેન્ટિક સીન્સ ઘણાં જ સારા છે.

    એક્ટિંગઃ
    ઈશ્વરી રાવ ઘણી જ લાઉડ છે પરંતુ કોમિક ટાઈમિંગ સારો છે. અંજલી પાટિલે પોતાના રોલને પૂરતો ન્યાય આપ્યો છે પરંતુ હુમાએ પોતાના પર્ફોમન્સથી ચાહકોને નિરાશ કર્યાં છે. રજનીકાંતે દર વખતની જેમ પોતાના ચાર્મ બદતાવ્યો છે. રજનીકાંત ડોનના રોલમાં છવાઈ ગયા છે. પાવરફૂલ પર્ફોમન્સથી ચાહકોના દિલ જીતી લીધા છે. જોકે, નાના પાટેકર બધા પર ભારે પડ્યા છે. નાનાએ હરિદેવનું પાત્ર ઘણી જ સહજતાથી ભજવ્યું છે. નાના પાટેકર ફિલ્મમાં ક્યારેય સોફ્ટ સ્પોકન જોવા મળ્યા તો ક્યારેય માત્ર આંખની એક્ટિંગ કરી છે. પંકજ ત્રિપાઠીએ ફિલ્મમાં ભ્રષ્ટાચારી પોલીસની ભૂમિકા ભજવી છે પરંતુ તેનો રોલ ઘણો જ નાનો છે.

    સંગીતઃ
    સંતોષ નારાયણનું સંગીત સારું છે. ડાન્સર્સ તથા રૅપ સોંગ્સની વચ્ચે સીન્સ લાવવાનો કોન્સેપ્ટ હિટ રહ્યો છે.

    જોવી કે નહીં:
    જો તમે રજનીકાંતના ડાયહાર્ડ ફૅન હોવ તો આ ફિલ્મ જરૂરથી જોવી જોઈએ પરંતુ જો તમે ફૅન ના હોવ તો આ ફિલ્મમાં એવું કંઈ જ નથી કે જોવી જોઈએ.

No Comment
Add Your Comments
(Film Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ‘કાલા’ ફિલ્મ રીલિઝ થઈ I Rajnikanth is Back With Bang in Kaala
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Reviews

Trending

Top