Home »Reviews »Film Reviews» Mukkabaaz Movie Review, Anurag Kashyap, Vineet Kumar Singh, Jimmy Shergill

Movei Review: મુક્કાબાજ

Divyabhaskar.com | Jan 11, 2018, 18:51 PM IST

  • Movei Review: મુક્કાબાજ,  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: સ્પોર્ટસ ડ્રામા
    • Director: અનુરાગ કશ્યપ
    • Plot: ફિલ્મ મુક્કાબાજ એક બોકસરની કહાની છે
રેટિંગ2.5
સ્ટાર કાસ્ટવિનીત કુમાર, જોયા હુસૈન, જિમી શેરગિલ, રવિ કિશન, દિપક તલવાર
ડાયરેકટરઅનુરાગ કશ્યપ
મ્યુઝીક પ્રશાંત પિલ્લાઈ
પ્રોડયુસર આનંદ એલ રોય
જેનરસ્પોર્ટસ ડ્રામા

 

ડાયરેકટર અનુરાગ કશ્યપની ફિલ્મ 'મુક્કાબાજ' ગુરૂવારે બોકસઓફિસમાં રિલિઝ થઈ ગઈ છે. ફિલ્મ રમત અને ખેલાડીઓની સાથે થતા રાજકરણ પર આધારિત છે. અગાઉ અનુરાગની ફિલ્મ 'રમન રાધવ' આવી હતી.

 

વાર્તા

 

ફિલ્મ મુક્કાબાજ એક બોકસરની કહાની છે, જેનું સપનું નેશનલ ચેમ્પિયન બનવાનું છે. ફિલ્મની કહાની બરેલીથી શરૂ થાય છે. અહીંનો રહેનાર શ્રવણ કુમાર(વિનીત સિંહ), જેનું અભ્યાસમાં મન લાગતું નથી, પરતું તે બોકસર બનવા માંગે છે. શ્રવણનું સપનું છે કે તે યુપીનો માઈક ટઈસન બને. બોક્સિંગની ટ્રેનિંગ લેવા માટે તે નેતા ભગવાન દાસ મિશ્રા (જિમી શિરગિલ)ની ત્યાં આવે છે. એ વાત અલગ છે કે મિશ્રા જી બોક્સર્સ પાસેથી ઘઉં પિસાવાનું, ખાવાનું બનાવવાથી લઈને પોતાના તમામ પર્સનલ કામ કરાવે છે. બોક્સિંગની ટ્રેનિંગ લેતા-લેતા શ્રવણને મિશ્રાજીની ભત્રીજી સાથે પ્રેમ થઈ જાય છે. બંને પ્રેમમાં હોવાની વાત મિશ્રાજીને પણ ખબર પડે છે. આ દરમિયાન શ્રવણને નેશનલ લેવલ પર રમવા માટે ટ્રેનિં ગ લેવા માટે બનારસ જવાનું થાય છે. અહીં તેને કોચ સંજય કુમાર (રવિ કિશન) ટ્રેનિંગ આપે છે. અહીં પણ શ્રવણને રાજકારણનો શિકાર બનવું પડે છે. શું તેનું બોકસર બનવાનું સપનું પુરું થાય છે, શું તેને નેશનલ લેવલ પર રમવાની તક મળે છે, શું તેને તેનો પ્રેમ મળે છે, આ બધાની વચ્ચે તેને કઈ રીતે રાજકારણમાંથી ગુજરવું પડે છે... આ તમામ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

 

ડાયરેકશન

 

ફિલ્મ 'મુક્કાબાજ' અનુરાગ કશ્યપની ફિલ્મ છે. ફિલ્મનું ડાયરેકશન કમાલનું છે. ફિલ્મમાં વિનીત કુમાર અને જિમી શેરગિલની એકટિંગ અને એકશન સારી છે. ફિલ્મમાં ડાયલોગ્સ પણ કમાલના છે. તેમાં અલ્હાબાદ અને બનારસનો ટચ જોવા મળે છે. ફિલ્મ થોડી લાંબી છે, જેને નાની કરી શકાય. જોકે ઓવરઓલ ફિલ્મ સારી છે.

 

એક્ટિંગ

 

વિનીત કુમાર અને જિમી શેરગિલનું કામ સારું છે. બંનેએ પોતાના રોલને ન્યાય આપ્યો છે. નેતાજીના રોલમાં જિમીએ સારો રોલ કર્યો છે. વિનીતે આ રોલ માટે રિયલમાં બોક્સિંગ શીખી હતી. રવિ કિશન અને જોયા હુસૈનનું કામ પણ સારું છે.

 

મ્યુઝીક

 

ફિલ્મનું મ્યુઝીક સારું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ કમાલનું છે. 'પૈતરા...' અને 'બહુત હુઆ સમ્માન' ફિલ્મ રિલિઝ પહેલા જ પોપ્યુલર થઈ ચુકયા છે.

 

જોવી કે ન જોવી

 

જો તમે સ્પોર્ટસમાં રસ ધરાવો છો અને ખેલાડીની લાઈફ પર બનેલી ફિલ્મને પસંદ કરો છો તો આ ફિલ્મ જોવા જેવી છે.

(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mukkabaaz Movie Review, Anurag Kashyap, Vineet Kumar Singh, Jimmy Shergill
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended