Home » Reviews » Film Reviews» Movie Of Urvashi Rautela, Karan Wahi, Vivan Bhatena Released in Theaters

Movie Review: લવ, સસ્પેન્સ અને દગાની કહાણી છે ‘હેટ સ્ટોરી 4’

divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 02:13 PM IST

ડિરેક્ટર વિશાલ પંડ્યાની ફિલ્મ ‘હેટ સ્ટોરી 4’ રીલિઝ થઈ ગઈ છે
  • Movie Review: લવ, સસ્પેન્સ અને દગાની કહાણી છે ‘હેટ સ્ટોરી 4’
    Movie Review: લવ, સસ્પેન્સ અને દગાની કહાણી છે ‘હેટ સ્ટોરી 4’
    Critics Rating
    User Rating
    • Genre:
    • Director:
    • Plot: ડિરેક્ટર વિશાલ પંડ્યાની ફિલ્મ ‘હેટ સ્ટોરી 4’ રીલિઝ થઈ ગઈ છે

    ડિરેક્ટર વિશાલ પંડ્યાની ફિલ્મ ‘હેટ સ્ટોરી 4’ રીલિઝ થઈ ગઈ છે. આ ઈરોટિક થ્રિલર ડ્રામા ફિલ્મ છે જેમાં લવ, ડ્રામા, થ્રિલર અને સસ્પેન્સ દેખાડવામાં આવ્યું છે. આ ફિલ્મ હેટ સ્ટોરી સીરિઝની ચોથી ફિલ્મ છે.

    વાર્તા
    - ફિલ્મની વાર્તા એવી છે કે, તાશા (ઉર્વશી રૌતેલા) ટોપની એક્ટ્રેસ બનવા માગે છે. આ દરમિયાન તેની મુલાકાત એક ફેશન ફોટોગ્રાફર રાજવીર ખુરાના (કરણ વાહી) સાથે થાય છે, જેને તે પસંદ કરવા લાગે છે. વળી ફોટોગ્રાફર પણ તેને પ્રેમ કરે છે. આ ફેશન ફોટોગ્રાફરનો ભાઈ આર્યન ખુરાના (વિવાન ભટેના) ધનિક વ્યક્તિ હોય છે. વળી, આર્યનની એક ગર્લફ્રેન્ડ પણ છે માયા (ઈહાના). ગર્લફ્રેન્ડ હોવાછતાં આર્યન તાશાના પ્રેમમાં પડે છે. એક પાર્ટીમાં આર્યન ચૂપચાપ તાશાને ઉંઘની ગોળી ખવડાવી તેની સાથે શારીરિક સંબંધ માણે છે. ભાનમાં આવતા જ તાશા આર્યનને કહે છે કે તેના ભાઈને આ ઘટનાની જાણ થશે તો શું થશે? આ ઉપરાંત તે આર્યનને તેની ગર્લફ્રેન્ડ વિશે પણ જણાવે છે. આ દરમિયાન રાજવીરને આ વાતની જાણ થઈ જાય છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આ વાત સામે આવે છે આ સંપૂર્ણ પ્લાન તાશાનો જ હોય છે. હવે તાશા આવું શા માટે કરે છે? તેનો પ્લાન શું હોય છે? શું રાજવીર પણ તેની સાથે જ ભળેલો હોય છે ? આ બધા સવાલનો જવાબ મેળવવા તમારે ફિલ્મ જોવી પડશે.

    ડિરેક્શન
    - ફિલ્મનું ડિરેક્સન સારું છે, ડાયલૉગ્સ પણ સારા છે. ફિલ્મને એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ફિલ્મમાં રોમાંચ, સેક્સ અને બદલાની ભાવના જોવા મળી શકે છે.

    એક્ટિંગ
    - ઓછી ફિલ્મ્સમાં કામ કરનારી ઉર્વશીએ આ ફિલ્મમાં સારુ કામ કર્યું છે. અન્ય એક્ટર્સનું કામ સામાન્ય છે.

    મ્યૂઝિક
    - ફિલ્મનું મ્યૂઝિક સારુ છે.

    જોવી કે નહીં
    - જો તમે ઉર્વશી રૌતેલાના ફેન હોવ અને લવ, ડ્રામા, થ્રિલરથી ભરપૂર ફિલ્મ જોવા માગતા હોવ તો આ ફિલ્મ જોવી જોઈએ.

No Comment
Add Your Comments
(Film Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Movie Of Urvashi Rautela, Karan Wahi, Vivan Bhatena Released in Theaters
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Reviews

Trending

Top