Home » Reviews » Film Reviews» ફિલ્મ રિવ્યૂ- દાસદેવ, sudhir mishra film das dev review

Movie Review: દાસદેવ

divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 04:36 PM IST

પહેલા બનેલી ફિલ્મ 'દેવદાસ'થી એકદમ અલગ છે 'દાસ દેવ'. ફિલ્મમાં રોમાન્સ ઓછો પણ રાજકીય થ્રિલર અને મસાલો વધુ છે.
  • Movie Review: દાસદેવ
    Movie Review: દાસદેવ
    Critics Rating
    User Rating
    • Genre: રોમાન્સ-થ્રિલર
    • Director: સુધીર મિશ્રા
    • Plot: પહેલા બનેલી ફિલ્મ 'દેવદાસ'થી એકદમ અલગ છે 'દાસ દેવ'. ફિલ્મમાં રોમાન્સ ઓછો પણ રાજકીય થ્રિલર અને મસાલો વધુ છે.

    ફિલ્મ રિવ્યૂ

    દાસદેવ
    સ્ટાર કાસ્ટ રાહુલ ભટ્ટ, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, સૌરભ શુકલા, વિનીત સિંહ
    પ્રોડ્યુસર પ્રીતિશ નંદી
    સંગીત વિપિન પટવા, સંદેશ શાંડિલ્ય, શાહમીર ટંડન

    ડિરેક્ટર સુધીર મિશ્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'દાસ દેવ' શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ શરતચંદ્રની નૉવેલ 'દેવદાસ'નું મોર્ડન વર્ઝન છે. ફિલ્મમાં રાહુલ ભટ્ટ, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, સૌરભ શુકલા, વિનીત સિંહ લીડ રોલમાં છે.


    સ્ટોરી
    ફિલ્મની સ્ટોરી ઉત્તરપ્રદેશની છે, જ્યાં દેવ (રાહુલ ભટ્ટ) પોલિટિકલ ફેમિલીનો ઉત્તરાધિકારી છે. તેને પારો (રિચા ચઢ્ઢા) સાથે પ્રેમ છે. નશા અને ઐયાશીમાં ડૂબેલા દેવને તેના સીએમ કાકા અવધેશ (સૌરભ શુક્લા) ઉછેરીને મોટો કરે છે. દેવના કાકા કહે છે તે ફેમિલીની પોલિટિકલ વારસો સંભાળે. આ કામ માટે ચાંદની (અદિતિ રાવ હૈદરી)ને લાવવામાં આવે છે. દેવને પ્રેમ કરનારી ચાંદની રાજકીય નેતાઓના કાળા કામોમાં પણ સામેલ હોય છે. સ્ટોરીમાં એક ટ્વિસ્ટ ત્યારે આવે છે, જ્યારે ચાંદની એક ચક્રવ્યૂહ બનાવીને દેવને રાજકારણનો દોરીસંચાર તેના હાથમાં લેવા મજબૂર કરે છે, પણ આ ચક્રવ્યૂહમાં પારો અને દેવ વચ્ચે ટક્કર થાય છે. પોતાના આદર્શો પર ચાલનારી પારો વિપક્ષના નેતા (વિપિન શર્મા) સાથે લગ્ન કરી લે છે. કોણ કોની સાથે રાજકારણ રમે છે? શું પારો-દેવ મળી શકશે? ચાંદની તેની ચાલમાં કેટલી સફળ થાય છે? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.


    એક્ટિંગ
    એક્ટિંગની વાત કરીએ તો રાહુલ ભટ્ટે દેવના રોલને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મમાં તેને પોતાનું ટેલેન્ટ દેખાડવાની પૂરી તક મળી છે. રિચા ચઢ્ઢા અને અદિતિ રાવના રોલમાં ગ્રે શેડ જોવા મળે છે. અદિતિએ પોતાનો રોલ સારી રીતે ભજવ્યો છે, જ્યારે રિચા થોડી નબળી લાગે છે. સૌરભ શુક્તા, વિનીત સિંહ, દીપરાજ રાણા, દિલીપ તાહિલ જેવા કલાકારોએ પોતાના રોલ સાથે ન્યાય કર્યો છે.


    ડિરેક્શન
    સુધીર મિશ્રા હંમેશા અઘરા સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. ડાર્ક અને ઈન્ટેન્સ તેમની ફિલ્મની ખાસિયત છે. 'દાસ દેવ'માં પણ તેમણે આવું કંઈક દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે શરત ચંદ્રની 'દેવદાસ'ના ત્રણ મહત્વના રોલ દેવ, પારો અને ચાંદનીને લઈને તેમને ગ્રે અને વિશ્વાસઘાતી રંગમાં ભેળવીને દેખાડ્યા છે. જોકે તેમણે સ્ટોરીને વધુ પડતી લંબાવી છે, જેની જરૂર નહોતી. ફિલ્મની સ્ટોરી ઘણી જગ્યાએ તેની પક્કડ ગુમાવી દે છે. ફિલ્મમાં વધુ પડતા કેરેક્ટર ઓડિયન્સમાં ગૂંચવણ પેદા કરે છે.


    મ્યૂઝિક
    વિપિન પટવા, સંદેશ શાંડિલ્ય, શાહમીર ટંજનના મ્યુઝિકમાં બનેલી ફિલ્મમાં 'રંગદારી...', 'સહમી હૈ ધડકન...' જેવા સોંગ સાંભળવા ગમે એવા છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સામાન્ય છે.

No Comment
Add Your Comments
(Film Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ફિલ્મ રિવ્યૂ- દાસદેવ, sudhir mishra film das dev review
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Reviews

Trending

Top