Home » Reviews » Film Reviews» Review of film padmaavat, deepika looked gorgeous beauty in the film

Movie Review: 'પદ્માવત'

divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 06:37 PM IST

આ ફિલ્મમાં રાજપૂતોના શૌર્યની વાત કરવામાં આવી છે.
  • Movie Review: 'પદ્માવત'
    Movie Review: 'પદ્માવત'
    Critics Rating
    User Rating
    • Genre: એપિક પીરિયડ ડ્રામા
    • Director: સંજય લીલા ભણશાલી
    • Plot: આ ફિલ્મમાં રાજપૂતોના શૌર્યની વાત કરવામાં આવી છે.
    ફિલ્મ રિવ્યૂઃ પદ્માવત
    સ્ટાર-કાસ્ટઃ દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર, રણવિર સિંહ
    પ્રોડ્યુસરઃ સંજય લીલા ભણશાલી
    સંગીતઃ સંજય લીલા ભણશાલી

    'પદ્માવત' પહેલાં 'પદ્માવતી'ના નામે રીલિઝ થવાનું હતું પરંતુ દેશભરમાં ફિલ્મનો વિરોધ થતાં ફિલ્મનું નામ બદલી નાખવામાં આવ્યું છે. ફિલ્મની શરૂઆતમાં લાંબુ ડિસ્ક્લેમર આવે છે. જેમાં કહેવામાં આવે છે કે આ ફિલ્મને ઈતિહાસ સાથે કોઈ જ સંબંધ નથી અને માત્ર કાલ્પનિક છે. આ ફિલ્મમાં રાજપૂતોના શૌર્યની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ મલિક મોહમ્મદ જાયસીની કવિતા પર આધારિત હોવાનું માનવામાં આવે છે પરંતુ સંજય લીલા ભણશાલીએ કલ્પનાને આધારે થોડીક છૂટછાટ લીધી છે.


    વાર્તાઃ
    દીપિકા પાદુકોણે પદ્માવતીની ભૂમિકા ભજવી છે. તે સિંહલ દેશની હોય છે. તે દેશની સૌથી સુંદર સ્ત્રી છે. રાવલ રતન સિંહ(શાહિદ કપૂર) વચ્ચે વિચિત્ર સંજોગોમાં મુલાકાત થાય છે. રાવલ રતન સિંહ પહેલી નજરમાં જ રાણી પદ્માવતીના પ્રેમમાં પડે છે અને પરણીત હોવા છતાંય રાવલ રતન સિંહ પદ્માવતી સાથે લગ્ન કરીને મેવાડ લઈને આવે છે. અલાઉદ્દિન ખિલજી(રણવિર સિંહ)ની જ્યાં સુધી પદ્માવતી પર નજર નથી પડતી ત્યાં સુધી બધુ જ સુખમય જતું હોય છે. અલાઉદ્દિન અફઘાનિસ્તાનથી આવ્યો હોય છે અને તે દિલ્હી પર રાજ કરતો હોય છે. તે ઘણો જ ક્રૂર, મહત્વકાંક્ષી હોય છે. તે પોતાના જ માણસોને મારી નાખવામાં પણ એક ક્ષણનો વિચાર કરતો નથી. તે પોતાના શહેનશાહ-એ-હિંદ કહેતો હોય છે. તે મેવાડ પર હુમલો કરીને પદ્માવતીને પામવા માંગતો હોય છે.


    ડિરેક્શનઃ
    ભણશાલીએ 'પદ્માવત'ના સેટ લાર્જર ધેન લાઈફ છે. શાહિદ પાસે રાવલ રતન સિંહ તરીકે અને રણવિર પાસે ખિલજી તરીકે કમાલનું કામ કરાવ્યું છે. આખી ફિલ્મની એક-એક ફ્રેમ સુંદર રીતે ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મને 3ડીમાં જોવાની એક અલગ જ મજા છે. પહેલો ભાગ તમને જકડી રાખે છે. પદ્માવતીની સુંદરતા તથા રોયલ વિશ્વ જોવાની મજા મળે છે. પદ્માવતી તથા રતન સિંહનો અજોડ પ્રેમ સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે. બીજા ભાગમાં યુદ્ધના સીન્સને ખેંચી નાખવામાં આવ્યા છે, જેથી તે કંટાળાજનક લાગે છે. આ ભાગને ટૂંકો કરી શકાયો હોત. અલાઉદ્દિનને વધુ પડતો કાલ્પનિક બતાવવામાં આવ્યો છે, જેને કારણે તે રિયલ ના હોય તેમ લાગે છે અને તેને કારણે ક્યાંક ક્યાંક સ્ટોરી ટેલિંગ નબળું પડી જાય છે.

    એક્ટિંગઃ
    પદ્માવતીનો રોલ દીપિકા સિવાય કોઈ જ નિભાવી શકે તેમ નથી. તેણે આ રોલને આત્મસાત કર્યો છે. ક્લાઈમેક્સમાં દીપિકાએ પોતાનો જીવ રેડી દીધો છે. શાહિદ કપૂર ફિલ્મના કેટલાંક સીન્સમાં પિતા પંકજ કપૂરની યાદ અપાવી જાય છે. જોકે, રતન સિંહ અને પદ્માવતીની કેમેસ્ટ્રી ચાહકોની નજરમાં થોડી ઉણી ઉતરે છે. રણવિર સિંહે અલાઉદ્દિનનું પાત્ર ધી બેસ્ટ રીતે પર્ફોમ કર્યું છે.


    સંગીતઃ
    ભણશાલીની ફિલ્મમાં સામાન્ય રીતે સંગીત કર્ણપ્રિય હોય છે. આ ફઇલ્મમાં સંચિત બલહારા સાથે સંજયે કમાલનું રાજસ્થાની ફૉક સંગીત આપ્યું છે. આ સિવાય 'ઘુમર' સોંગ ચાહકોમાં લોકપ્રિય છે.


    જોવી કે નહીં:
    સુંદર ને ભવ્ય સેટ, એક્ટર્સનો લાજવાબ અભિનય અને રાજપૂતોની શૌર્યતા માટે આ ફિલ્મ એક વાર તો જરૂરથી જોવી જોઈએ.

No Comment
Add Your Comments
(Film Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Review of film padmaavat, deepika looked gorgeous beauty in the film
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Reviews

Trending

Top