Home » Reviews » Film Reviews» Richa Chadha, Pulkit Samrat, Sharman Joshi, Sunny Nijar Worked in The Film

મોટા શહેરના નાના વિસ્તારોમાં સંબંધોની અસ્થિરતાને દર્શાવે છે ‘3 સ્ટોરીઝ’

divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 10:56 AM IST

3 સ્ટોરીઝ એક થ્રિલર ડ્રામા આધારિત ફિલ્મ છે જેને અર્જુન મુખર્જીએ ડિરેક્ટ કરી છે
 • મોટા શહેરના નાના વિસ્તારોમાં સંબંધોની અસ્થિરતાને દર્શાવે છે ‘3 સ્ટોરીઝ’
  મોટા શહેરના નાના વિસ્તારોમાં સંબંધોની અસ્થિરતાને દર્શાવે છે ‘3 સ્ટોરીઝ’
  Critics Rating
  User Rating
  • Genre: થ્રિલર ડ્રામા
  • Director: અર્જુન મુખર્જી
  • Plot: 3 સ્ટોરીઝ એક થ્રિલર ડ્રામા આધારિત ફિલ્મ છે જેને અર્જુન મુખર્જીએ ડિરેક્ટ કરી છે

  જ્યારથી 3 સ્ટોરીઝનું ટ્રેલર રીલિઝ થયું હતું ત્યારથી જ સૌને એક જ સવાલ થતો હતો કે, તેની સ્ટોરી શું રહેશે, એક અલગ પ્રકારની કાસ્ટિંગ ફિલ્મ માટે કરવામાં આવી છે અને તમામના લૂક અલગ લાગે છે તેનું કારણ શું છે? તો ચલો જાણીએ કેવી બની છે ફિલ્મ-

  વાર્તા
  - ફિલ્મનો પ્રારંભ મુંબઈના માયાનગર વિસ્તારથી થાય છે, જ્યાં એક ઘર ખરીદવા માટે સુદીપ (પુલકીત સમ્રાટ) પહોંચે છે અને તેની મુલાકાત ત્યાં રહેતી ફ્લોરી (રેણુકા શહાણે) સાથે થાય છે. ફ્લોરી પોતાનું ઘર વેચવા માગે છે પણ તેના માટે અમુક શરતો રાખે છે જે માનવામાં સુદીપ થોડો ખચકાય છે. આ દરમિયાન તે જ સોસાયટીમાં બીજા માળે રહેતી વર્ષા (મસુમેહ મખીજા)ની પોતાની અલગ કહાણી છે, તે શંકર (શરમન જોશી)ના પ્રેમમાં હોય છે પરંતુ અમુક કારણોસર અન્ય કોઈ સાથે તેના લગ્ન થઈ જાય છે. તો વર્ષાના જીવનમાં આવતા ફેરફારો પણ જોવા મળે છે. બીજી તરફ સોસાયટીમાં રહેતી માલિની (આયશા અહમદ) ત્યાં જ કરિયાણાની દુકાન ચલાવતા રિઝવાન (દધિ પાંડે)ના દીકરા સુહેલ (અંકિત રાઠી)ને પ્રેમ કરે છે, પંરતુ બંનેનો આ પ્રેમ તેમના પરિવારજનોને પસંદ નથી. હવે સુદીપને ઘર મળે છે કે નહીં, વર્ષાના જીવનની સ્ટોરી શું છે અને સુહેલ તથા માલિનીનો પ્રેમ આગળ વધે છે કે નહીં? આ ત્રણેય કહાણીઓ જાણવા માટે આ ફિલ્મ જોવી પડશે.

  ડિરેક્શન
  - ફિલ્મનું ડિરેક્શન વાસ્તવિક લોકેશનની સાથે ઘણું જ સારી રીતે કરવામાં આવ્યું છે. સિનેમેટોગ્રાફી અને ફિલ્મની એડિટિંગ પણ સારી છે. ડિરેક્ટર અર્જુન મુખર્જીએ ઘણી સારી રીતે એક સોસાયટીમાં બનતી ઘટનાઓને દર્શાવી છે અને વાર્તાને પોતાનો ટચ આપી લોકો સમક્ષ રજૂ કરી છે. ફિલ્મની સ્ટોરી સારી છે પણ તેને દેખાડવામાં મેકર્સે સમય વધુ લીધો છે જેને ઓછા કરવામાં આવતો તો તે વધુ ક્રિસ્પ બનતી અને લોકોને અંત સુધી બાંધી રાખતી. ફિલ્મ અમુક ખાસ લોકોને જ ગમશે તેથી તેને માસ ફિલ્મને બદલે ક્લાસ ફિલ્મ તરીકે વઘુ ઓળખવામાં આવશે. ફિલ્મનો ક્લાઈમેક્સ કદાચ બધાને નહીં ગમે કારણ કે તે ઘણો અલગ છે.

  સ્ટારકાસ્ટની એક્ટિંગ..
  - ફિલ્મની કાસ્ટિંગ ઘણી સારી છે, જેમાં રેણુકા શહાણે ઘણી અલગ જોવા મળે છે અને જે રીતે તે પોતાની ભાષા પર નિયંત્રણ રાખે છે તે પ્રશંસનીય છે. પુલકિત સમ્રાટની એક્ટિંગ પણ સારી છે. આ ઉપરાંત શર્મન જોશી, મસુમેહ મખીજા, અંકિત રાઠી અને આયશા ખાને પણ સારો દેખાવ કર્યો છે. દધિ પાંડે અન્ય કલાકારોએ સામાન્ય દેખાવ કર્યો છે. ફિલ્મના બાળ કલાકારોએ પણ સારી એક્ટિંગ કરી છે. આમ તો રિચા ચડ્ઢા ફિલ્મમાં કેમિયો કરતી જોવા મળે છે પરંતુ સંપૂર્ણ રીતે રોલને ન્યાય આપે છે.

  મ્યૂઝિક
  - ફિલ્મનું મ્યૂઝિક સામાન્ય છે, ફિલ્મમાં તે સ્ટોરીની સ્પીડને નબળી બનાવે છે. 1-2 હિટ ગીત ફિલ્મમાં હોત તો જોનાર લોકોની સંખ્યા વધારે થતી.

  જોવી કે નહીં
  - રેણુકા શહાણે, શરમન જોશીની સારી એક્ટિંગ અને ફિલ્મની સારી સ્ટોરીને કારણે જોઈ શકો છો. આ કોમર્શિયલ કે મસાલા ફિલ્મ નથી પણ ખાસ પ્રકારની ઓડિયન્સ માટેની ફિલ્મ છે. જે આ ફિલ્મ જોવા જરૂર જશે.

No Comment
Add Your Comments
(Film Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Richa Chadha, Pulkit Samrat, Sharman Joshi, Sunny Nijar Worked in The Film
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Reviews

Trending

Top