Home » Reviews » Film Reviews» If You Like Chemistry Between Tiger And Disha You Should Watch Baaghi 2

Movie Review: એક્શન અને થ્રિલરનો ડબલ ડોઝ છે ટાઈગરની ‘બાગી-2’

divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 02:06 PM IST

જો તમે ટાઈગરના મોટા ફેન હોવ અને એક્શન ફિલ્મ્સ પસંદ કરતા હોવ તો આ ફિલ્મ તમારા માટે છે
  • Movie Review: એક્શન અને થ્રિલરનો ડબલ ડોઝ છે ટાઈગરની ‘બાગી-2’
    Movie Review: એક્શન અને થ્રિલરનો ડબલ ડોઝ છે ટાઈગરની ‘બાગી-2’
    Critics Rating
    User Rating
    • Genre: એક્શન થ્રિલર
    • Director: અહમદ ખાન
    • Plot: જો તમે ટાઈગરના મોટા ફેન હોવ અને એક્શન ફિલ્મ્સ પસંદ કરતા હોવ તો આ ફિલ્મ તમારા માટે છે

    વાર્તા


    - ફિલ્મમાં ટાઈગર શ્રોફ રોનીના રોલમાં જોવા મળી રહ્યો છે, જ્યારે દિશા પટનીએ નેહાનો રોલ કર્યો છે. કોલેજમાં રોનીની મુલાકાત નેહા સાથે થાય છે. તે પછી બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમે છે, અમુક સમય બાદ નેહા અને રોની લગ્ન કરવાનો નિર્ણય પણ કરે છે, જોકે લગ્ન પહેલા જ રોનીની ગર્લફ્રેન્ડ સાથે એક દુર્ઘટના ઘટે છે અને તે પછી ફિલ્મમાં એક અલગ જ ટ્વિસ્ટ સાથે જબરદસ્ત એક્શન જોવા મળે છે.

    ડિરેક્શન


    - અહમદ ખાનના ડિરેક્શનમાં બનેલી બાગી-2 એક્શન, થ્રિલર, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર છે. ડિરેક્શનની વાત કરીએ તો અહમદ ખાન 4-5 ફિલ્મ્સ બાદ જ એક અનુભવી ડિરેક્ટર તરીકે સામે આવ્યા છે. જે એક્શન જોવા માગે છે અને ટાઈગર-દિશાની કેમિસ્ટ્રી ગમે છે આ ફિલ્મ તેમની માટે છે.

    એક્ટિંગ


    - ફિલ્મમાં ટાઈગરનું એક્શન જોવા લાયક છે. આ ઉપરાંત એક્ટિંગ ઠીક છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા, મનોજ વાજપેયી, દીપક ડોબરિયાલ જેવા એક્ટર્સ પણ છે, જેમના રોલ નાના છે પણ જોવા લાયક છે. પ્રતિક બબ્બરે વિલન સાથે કમબેક કર્યું છે. થિયેટરમાંથી નીકળ્યા બાદ ફિલ્મના એક્શન અને વન લાઈનર્સ અંગે લોકો ચર્ચા કરશે.

    મ્યૂઝિક


    - મ્યૂઝિક મામલે બાગી-2 નિરાશ કરે છે. જોકે જૈકલીન ફર્નાન્ડિઝનું આઈટમ સોન્ગ ‘એક દો તીન..’નું રીમિક્સ ફિલ્મમાં છે, પરંતુ તેમાં 1988માં માધુરીની ફિલ્મના ઓરીજનલ ગીત જેવો દમ નથી. ફિલ્મમાં ટાઈગર-દિશાની લવ સ્ટોરી વચ્ચે રોમાંટિક સોંગની ખોટ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

No Comment
Add Your Comments
(Film Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Reviews Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If You Like Chemistry Between Tiger And Disha You Should Watch Baaghi 2
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Film Reviews

Trending

Top