Home »News »Bollywood Buzz» Zareen And Gautam Rode In Aksar 2 New Song

રીલિઝ થયુ ‘અક્સર 2’ના નવુ સોન્ગ, હીરોની સાથે ઈન્ટીમેટ થતી જોવા મળી ઝરિન

divyabhaskar.com | Sep 07, 2017, 20:18 PM IST

  • ફિલ્મ 'અક્સર 2'ના સોન્ગમાં ઝરિન ખાન અને ગૌતમ રોડે
મુંબઈ: બોલિવૂડની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘અક્સર 2’નુ નવુ સોન્ગ રીલિઝ થઈ ગયુ છે. આ ગીતના બોલ ‘આજ જિદ કર રહા હૈં દિલ’ છે. ગીતમાં ઝરિન ખાન અને ગૌતમ રોડ ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ગીતને અરિજિત સિંહએ ગાઉ છે, જ્યારે લિરિક્સ સઈદ કાદરી અને મ્યૂઝિક મિથુનનું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મથી પૂર્વ ક્રિકેટર શ્રીસંત બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મમાં તે વકીલના રોલમાં જોવા મળશે. બોલ્ડ સીન્સના સવાલ પર આવો હતો ઝરિનનો જવાબ........
 
ટ્રેલર લોન્ચ પર જ્યારે ઝરિન ખાન પાસે એક પછી એક બોલ્ડ સીન્સ પર સવાલ કરવામાં આવ્યો તો તેણે જણાવ્યું હતું કે ‘હું એક એક્ટ્રેસ છુ અને મારુ કામ એક્ટિંગ કરવાનુ છે. જો ફિલ્મની સ્ક્રિપ્ટ પ્રમાણે તેની જરૂર હશે તો મને તે કરવામાં મને કોઈ વાંધો નથી. યે વાત સાચી છે કે મેં એક મોટા સ્ટાર સાથે ડેબ્યૂ કર્યુ હતુ. લોકોનું ડ્રીમ ડેબ્યૂ હોય છે, પરંતુ મારી દરેક ફિલ્મ સલમાનની સાથે નહીં થઈ શકે. મને તેની કરતા નાના એકટર્સ સાથે પણ કામ કરવુ પડે છે.
 
અક્સરની સીક્વલ છે આ ફિલ્મ.......
 
-ઉલ્લેખનીય છે કે ‘અક્સર 2’ 2006માં આવેલી થ્રિલર ફિલ્મ ‘અક્સર’ની સીક્વલ છે.
-અનંત મહાદેવનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, ઉદિતા ગોસ્વામી અને ડિનો મોરિયાએ કામ કર્યુ હતુ.
-ફિલ્મનું મ્યૂઝિક હિમેશ રેશમિયાએ આપ્યુ હતુ. આ ફિલ્મનું ગીત ‘ઝલક દિખલાજા’ ખૂબ જ પોપ્યુલર થયો હતો. આ ફિલ્મના ગીતોની 15 લાખથી વધારે સાઉન્ડટ્રેક યૂનિટનુ વેચાણ થયુ હતુ.
-ઉલ્લેખનીય છે કે ‘અક્સર 2’નુ ટ્રેલર પહેલા રીલિઝ થઈ ચૂક્યુ છે.
(છેલ્લી સ્લાઈડમાં જુઓ ફિલ્મનુ નવુ ગીત ‘આજ જિદ કર રહા હૈં દિલ’)
 
આગળની સ્લાઈડ્સ પર, ફિલ્મના નવુ ગીતઆજ જિદ કર રહા હૈના કેટલાક ફોટોઝ..........
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Zareen And Gautam Rode In Aksar 2 New Song
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended