Home »News »Bollywood Buzz» Veteran Actor Reema Lagoo Passes Away

બોલિવૂડના ગ્લેમરસ મોમ રીમા લાગૂનું વહેલી સવારે નિધન, હતા બીમાર

divyabhaskar.com | May 18, 2017, 08:31 AM IST

  • હૃદયરોગના હુમલાને કારણે મુંબઈમાં રીમા લાગૂનું નિધન થયું
મુંબઈ: બોલિવૂડના ગ્લેમરસ મધર રીમા લાગૂનું આજે વહેલી સવારે 59 વર્ષની ઉંમરે મુંબઈ ખાતે નિધન થઈ ગયુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાર્ડિયાક અરૅસ્ટ બાદ તેમને સારવાર માટે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે તેમનું નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે(18 મે) બપોરના બે વાગે ઓશીવાર સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં. 
 
આવ્યા અનેક સેલેબ્સઃ
ફિલ્મ અને ટીવી જગતમાંથી પત્ની કિરન રાવ સાથે આમિર ખાન, તથા આમિરની પૂર્વ પત્ની રિના દત્તા, ઈમરાન ખાનની માતા નઝત ખાન, રઝા મુરાદ તથા 'દંગલ'માં બબીતા કુમારીનો રોલ કરનારી સાન્યા મલ્હોત્રા, રેણુકા શહાણે, વિરાફ પટેલ, મહેશ ભટ્ટ, મહેશ માંજરેકર અને સચીન પિલગાંવકર સહિતના સેલેબ્સ આવ્યા હતા.
જમાઈએ કહ્યું કોકિલાબેન હોસ્પિટલમાં કર્યાં હતાં દાખલઃ
રીમા લાગુના જમાઈ વિનય વેકુલે કહ્યું હતું કે તેમણે ગુરૂવાર સવારે 3.15 વાગે અંતિમ શ્વાસ લીધા હતાં. હોસ્પિટલમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું.
 
 
અનેક ફિલ્મ્સમાં કર્યો માનો રોલ
રીમા લાગૂએ 'આશિકી', 'મેને પ્યાર કીયા', 'વાસ્તવ', 'કૂછ કૂછ હોતા હૈ', 'હમ આપકે હૈ કૌન', 'હમ સાથ સાથ હૈ', 'સાજન' જેવી ઘણી ફિલ્મ્સમાં માતાનો રોલ નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે ટેલિવિઝન ક્ષેત્રે પણ 'શ્રીમાન-શ્રીમતી' અને 'તુ તુ મેં મેં' જેવી સિરિયલ્સમાં પણ કામ કર્યું છે.
 
'મા જી'ના નામથી ફેમસ
 
-જો અલોક નાથને લોકો 'બાબુજી' તરીકે ઓળખે છે તો, રીમા લાગુ પણ 'મા જી'ના નામથી ફેમસ હતા. 90ના દાયકાની ફિલ્મ્સ રીમા લાગૂના માના રોલ વિના અધુરી મનાતી હતી.
-રીમા મરાઠી થિયેટરમાં કામ કરવા માટે જાણીતી હતા. આ સિવાય રીમા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જજ તરીકે ભાગ લેતા રહ્યા છે. રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મોમાં રીમા લાગૂ માતાના પાત્રમાં નજર આવી. 
 
(આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો રીમા લાગૂની લાઇફ વિશે અને અન્ય Photos...)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Veteran actor Reema Lagoo passes away
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended