Home »News »Bollywood Buzz» Sushant Singh Rajput & Kriti Sanon Spotted Matchy Matchy In Black Outfits

ક્રિતિ-સુશાંત જોવા મળ્યા મેચિંગ ડ્રેસમાં, ફરીવાર આપ્યો રિલેશનશિપનો સંકેત

divyabhaskar.com | Aug 09, 2017, 18:29 PM IST

મુંબઈ: ક્રિતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂત થોડા સમય પહેલાં જ બોલિવૂડ સેલિબ્રિટી મેનેજર રોહિણી ઐય્યરની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. આમ તો આ બન્ને જણાં મોટાભાગે સાથે સ્પોટ થતાં રહે છે. જોકે,આ વખતે બન્ને મેચિંગ ડ્રેસમાં સાથે નજરે ચઢ્યા હતા. અલબત્ત, બન્ને અલગ-અલગ પાર્ટીમાં આવ્યા હતાં પરંતુ બંને બ્લેકઆઉટ ફિટમાં જોવા મળ્યાં હતાં. આ માત્ર યોગાનુયોગ ના હોઈ શકે. આ બન્ને જણાં રિલેશનશિપ છે, તેમ માનવામાં આવી રહ્યું છે અને તેથી બંને મેચિંગ ડ્રેસમાં જોવા મળ્યાં હતાં. ક્રિતિ બ્લેક શીર શિફોન ડ્રેસ અને ગોલ્ડન ફ્લેટ્સમાં નજરે આવી હતી તો બીજી તરફ સુશાંત બ્લેક ઝિપર્ડ શર્ટ અને બ્લેક રિપ્ડ ડેનિમમાં જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સુશાંત આ પહેલા પણ પોતાના લવ અફેયરની હિંટ આપી ચૂક્યો છે. થોડા સમય પહેલા સુશાંતે પોતાનો એક ફોટો સોશ્યિલ મીડિયામાં શૅર કર્યો હતો  અને તે તસવીર મુરાદ ઓસમાનની ‘Follow Me To’ સીરિઝથી ઈન્સ્પાયર્ડ હતી. વર્ષ 2012માં રશિયન ફોટોગ્રાફરે પોતાની વાઈફને મળીને આ પોપ્યુલર સીરિઝ બનાવી હતી. એવી જ રીતે સુશાંતે પણ ફોટોમાં એક છોકરીનો હાથ પકડી રાખ્યો હતો. જોકે, ફોટોમાં માત્ર હાથ દેખાતો હતો પરંતુ તે હાથ ક્રિતિ સેનનનો જ હતો.

નોંધનીય છે કે છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચર્ચા થઈ રહી છે કે ક્રિતિ-સુશાંત એક-બીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, તેમણે ક્યારેય પોતાના સંબંધનો સ્વીકાર કર્યો નથી. બન્નેએ ફિલ્મ ‘રાબ્તા’માં સાથે કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sushant Singh Rajput & Kriti Sanon Spotted Matchy Matchy In Black Outfits
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended