Home »News »Bollywood Buzz» Sonu Nigam Challenged Maulavi: Says Keep Your 10 Lakh Ready

સોનૂ નિગમે કહ્યું- મારું માથું મુંડાવી દીધું છે, મૌલવી 10 લાખ તૈયાર રાખે

Agency, Mumbai | Apr 19, 2017, 15:02 PM IST

  • અઝાન મામલે મૌલવીના નિવેદન બાદ સોનૂ નિગમે મુસ્લિમ મિત્ર અને સેલિબ્રિટિ હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકીમના હાથે મુંડન કરાવ્યું.
મુંબઈ. અઝાન અંગે ટ્વિટ્સ બાદ ફતવાના વિરોધમાં સોનૂએ મુંડન કરાવ્યું હતું. વિવાદ ઉગ્ર બન્યા બાદ પશ્ચિમ બંગાળના અલ્પસંખ્યક યુનાઇટેડ કાઉન્સિલના એક મૌલવીએ નિવેદન આપ્યું હતું કે સોનૂ નિગમનું મુંડન કરાવી જૂતા પહેરાવી સમગ્ર દેશમાં ફેરવશે તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપશે. તેના જવાબમાં સોનૂ નિગમે બુધવારે પ્રેસ કોન્ફરન્સ ભરી પોતાના મુસ્લિમ મિત્ર અને સેલિબ્રિટિ હેરસટાઇલિસ્ટ પાસે મુંડન કરાવીને મૌલવીને 10 લાખ તૈયાર રાખવા કહ્યું હતું. આ અંગે મૌલવીએ વળતો જવાબ આપતા કહ્યું, “હું 10 લાખનું ઈનામ ત્યારે આપીશ જ્યારે સોનૂ બાકીની બે શરતો પૂરી કરે. જેમાં જૂના-ફાટેલા જૂતાઓનો હાર પહેરીને સમગ્ર દેશનું ભ્રમણ કરશે.”
 
મૌલવીના એલાન બાદ બુધવારે કરાવ્યું મુંડન
 
- મહત્વપૂર્ણ છે કે, બુધવાર સવારે સોનૂ નિગમે પશ્ચિમ બંગાળના એક મૌલવીના નિવેદન પર પોતાનું મુંડન કરાવવાનું એલાન કર્યું હતું.
- સોનૂએ ટ્વિટ કરતા હતું કહ્યું કે, આજે બપોરે 2 વાગ્યે આલિમ આવશે અને મારું માથું મુંડશે. પોતાના 10 લાખ રૂપિયા તૈયાર રાખો મૌલવી.
- સોનૂએ તેની સાથોસાથ પોતાના બીજા ટ્વિટમાં પ્રેસને પણ તેના માટે આમંત્રણ આપ્યું હતું.
- એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલમાં પશ્ચિમ બંગાળ અલ્પસંખ્યક યુનાઇટેડ કાઉન્સિલના એક સિનિયર સભ્યનું નિવેદન આપ્યું હતું કે, જો કોઈ સોનૂનું માથું મુંડાવીને, તેના ગળામાં જૂતાની માળા પહેરાવીને દેશમાં ફરેવશે તો હું પોતે તે શખ્સને 10 લાખ રૂપિયાનું પુરસ્કાર આપવાનું એલાન કરું છું.
 
રફી સાહેબને પિતા માન્યા, ગુલામ મુસ્તફા ખાન ગુરુ હોય એ મુસ્લિમ વિરોધી હોઈ શકે? - સોનૂ નિગમ
 
- મૌલવીના 10 લાખની જાહેરાત પર મુંડન કરાવતા પહેલા સોનૂએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, જે વ્યક્તિએ આખી જિંદગી મોહમ્મદ રફી સાહેબને પોતાના પિતા માન્યા હોય, જેના ગુરુનું નામ ગુલામ મુસ્તફા ખાન સાહ હોય તે વ્યક્તિ વિશે કોઈ આવું વિચારે, કહે કે લાંછન લગાવે કે મુસ્લિમ વિરોધી, તો એ મારો પ્રોબ્લેમ નથી, આ તમારો પ્રોબ્લેમ છે.
 
સોનૂએ કહ્યું- મારા ટ્વિટ્સને મુસ્લિમ વિરોધી ન માનવામાં આવે
 
- સોનૂ નિગમના અઝાનને લઈને કરેલા ટ્વિટ બાદ ઉગ્ર બનેલા વિવાદને લઈ મુંબઈમાં સોનૂ નિગમના બંગલાની બહાર પોલીસે સુરક્ષા વધારી દીધી છે.
- મહત્વપૂર્ણ છે કે, મંગળવારે જ સોનૂએ લોકોને પોતાના ટ્વિટ્સને એન્ટી મુસ્લિમ ન સમજવાની વાત પણ કહી હતી.
- મંગળવાર રાત્રે ટ્વિટ કરતા સોનૂ નિગમે કહ્યું છે કે તેઓએ મુસ્લિમ વિરોધી કોઈ વાત નથી કહી.
- સોનૂ નિગમે પોતાના ટ્વિટમાં મસ્જિદમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર ટિપ્પણી કરી હતી.
- સોનૂએ પોતાના નવા ટ્વિટમાં કહ્યું છે કે જો કોઈ એવું સાબિત કરી દે તો તે માફી માંગવા પણ તૈયાર છે. સોનૂએ ટ્વિટ કર્યું, પ્રિય લોકો, જે પણ એવું પ્રચારિત કરી રહ્યા છેકે મારા ટ્વિટ્સ મુસ્લિમ વિરોધી છે તેઓ એક પણ જગ્યાએ એવું દર્શાવી દે કે મેં આવું કર્યું છે, હું માફી માંગી લઈશ.
 
સોનૂ નિગમના ટ્વિટથી કેમ ઊભો થયો વિવાદ?
 
- આ વિવાદ સોમવારે સોનૂ નિગમ દ્વારા કરવામાં આવેલા એક પછી એક ટ્વિટ બાદ શરૂ થયો હતો.
- ટ્વિટ્સમાં સોનૂએ લખ્યું હતું કે, ભગવાન સૌનું ભલું કરે. હું મુસ્લિમ નથી અને મારે દરરોજ અઝાનનો અવાજથી ઉઠવું પડે છે. ભારતમાં આ પ્રકારની ધાર્મિક બળજબરી ક્યારે બંધ થશે.
- બોલીવૂડ પણ સોનૂની આ વાત પર બે અલગ-અલગ ભાગમાં વહેંચાઈ ગયું છે. સોનૂની વાતથી જ્યાં સંગીતકાર વાજિદ ખાનને સારી ન લાગી તો એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ સોનૂની વાતને સમજવાની અપીલ કરી.
- બોલીવૂડની અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાનો અવાજ આપી ચૂકેલા સોનૂ નિગમ હાલમાં જ ‘ઈન્ડિયન આઈડલ 9'ના જજ તરીકે નજરે આવી ચૂક્યા છે.
- સોનૂએ સચિન તેંડુલકરના આલ્બમ ક્રિકેટવાલી બીટમાં પણ કામ કર્યું છે.
 
સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઈ્ડસ ક્લિક કરો.. 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sonu Nigam challenged Maulavi: says keep your 10 lakh ready
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended