Home »News »Bollywood Buzz» Kareena Kapoor, Ranbir And Other Kapoor Family Members At Shashi Home

શશિ કપૂરનું અવસાન થતાં જ પરિવાર થયો ગમગીન, 12 વાગે થયા અંતિમ સંસ્કાર

divyabhaskar.com | Dec 05, 2017, 18:31 PM IST

  • ડાબેથી, કરિના કપૂર, રીષિ કપૂર, ક્રિષ્ના રાજ કપૂર

મુંબઈઃ બોલિવૂડ વેટરન એક્ટર શશિ કપૂરનું નિધન કોકિલાબેન હોસ્પિટલમાં સોમવાર(ચાર ડિસેમ્બર)ના રોજ સાંજે 5.20 વાગે થયું હતું. શશિ કપૂરના અવસાનના સમાચાર મળતાં જ બોલિવૂડ સ્ટાર્સ હોસ્પિટલ તથા શશિ કપૂરના ઘરે આવી ગયા હતાં. શશિ કપૂરના આજે (પાંચ ડિસેમ્બર) બપોરના 12 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.

 


રવિવારે કરવામાં આવ્યા હતાં દાખલઃ
શશિ કપૂરને રવિવાર(ત્રણ ડિસેમ્બર)ની રાતે દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને છેલ્લાં કેટલાંય વર્ષથી કિડનીની બીમારી હતી અને તેમનું નિયમિત રીતે ડાયાલિસિસ કરવામાં આવતું હતું. રવિવારે રાતના તેમની તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહીંયા બીજા દિવસે એટલે કે સોમવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતાં. 


આવ્યા આ સેલેબ્સઃ
શશિ કપૂરના અવસાનના સમાચાર મળતાં જ રીષિ કપૂરે પોતાનું શૂટિંગ અટકાવીને સીધો હોસ્પિટલ આવ્યો હતો. બચ્ચન પરિવાર પણ હોસ્પિટલ આવી ગયો હતો. આ સિવાય રણબિર કપૂર, ક્રિષ્ના રાજ કપૂર, કરિના કપૂર, રણધિર કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, સંજય કપૂર સહિતના સેલેબ્સ શશિ કપૂરના ઘરે પરિવારને સાંત્વના આપવા આવ્યા હતાં.


(જુઓ, શશિ કપૂરના અવસાનથી ગમગીન કપૂર પરિવાર....)

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kareena kapoor, ranbir and other kapoor family members at shashi home
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended