Home »News »Bollywood Buzz» Shah Rukh Khans Don 3 Will Happen, Confirms Ritesh Sidhwani

શાહરૂખ ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ, જલ્દી આવશે ‘ડોન-3’

divyabhaskar.com | Nov 16, 2017, 15:37 PM IST

  • શાહરૂખ ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ, જલ્દી આવશે ‘ડોન-3’,  bollywood buzz news in gujarati

મુંબઈ :શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમચાર છે. જો બધુ જ ઠીક રહ્યું તો ફિલ્મ ‘ડોન 3’ જલ્દી મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મ મેકર રિતેશ સિધવાનીએ આ વાતને કન્ફર્મ કરતા જણાવ્યું હતું કે તે એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યાં છે. જેવી તેમને એક સારી વાર્તા મળશે, તે આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરી દેશે. 

 

ઉલ્લેખનીય છે કે રિતેશ સિધવાનીએ પોતના મિત્ર ફરહાન અખ્તર સાથે મળીને ફિલ્મ ‘ડોન’ અને ‘ડોન 2’ બનાવી હતી. ડોન સીરિઝની આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને પ્રિયંક ચોપરા મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. બન્ને ફિલ્મ્સે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

 

જલ્દી આવશે ‘ડોન 3’…

 

ફિલ્મ ‘ફૂકરે રિટર્ન્સ’ના પ્રમોશના દરમિયાન રિતેશ સિધવાનીએ કહ્યું હતું કે કોઈપણ ફિલ્મની સિક્વલ કે પ્રીક્વલ માટે જરૂરી છે એક સારી સ્ક્રિપ્ટ. ‘ડોન 3’ માટે જેવી અમને સારી સ્ક્રિપ્ટ મળશે. અમે તેની પર કામ કરવાનું શરૂ કરી દઈશુ. અમે આ દિશામાં ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહ્યાં છીએ.’

 

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘ફૂકરે રિટર્ન્સ’ 15 ડિસેમ્બરે રીલિઝ થશે. આ ફિલ્મમાં રિચા ચઢ્ઢા, પુલકિત સમ્રાટ, વરૂણ શર્મા અને અલી ફઝલ  મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન દરમિયાન રિતેશ સિધવાનીએ કહ્યું કે ‘ફૂકરે’ પછી દર્શકોએ તેની સિક્વલની માંગ કરી હતી. હવે ફિલ્મ દર્શકોની સામે  છે તો આશા છે કે ફિલ્મ લોકોને પસંદ આવશે.

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shah Rukh Khans Don 3 will happen, confirms Ritesh Sidhwani
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended