Home »News »Bollywood Buzz» Sara Ali Khan First Film Name Is Kedarnath

કરિનાની સાવકી દીકરીની પહેલા ફિલ્મ છે ખાસ, જાણો Special બાબતો

Saloni Arora | Jun 19, 2017, 13:11 PM IST

મુંબઈઃ છેલ્લાં ઘણાં મહિનાથી ચર્ચા હતી કે સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન ધર્મા પ્રોડક્શનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. થોડાં સમય પહેલાં જ અભિષેક કપૂરે સારા સાથેની ફિલ્મ 'કેદારનાથ'ની જાહેરાત કરી હતી. ફિલ્મ એનાઉન્સમેન્ટનો એક નાનો વીડિયો પણ બતાવ્યો છે. જેમાં કેદારનાથમાં ધૂની જલાવતા બાબાઓ જોઈ શકાય છે. 

નથી લવ-સ્ટોરીઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સારાની સાથે આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત છે. એમ કહેવામાં આવતું હતું કે આ ફિલ્મ લવ-સ્ટોરી આધારિત છે. જોકે, આ ફિલ્મમાં 'કેદારનાથ' બેકડ્રોપમાં છે અને તેમાં પ્રેમની વાત જરૂરી છે પરંતુ તેના પર ફિલ્મ આધારિત નથી. ફિલ્મમાં ઉત્તરાખંડમાં બનેલી ભયાવહ ઘટનાને પણ બતાવવામાં આવશે. ફિલ્મના ક્લાઈમેક્સમાં આ વાતને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.

શું બન્યું હતું ઉત્તરાખંડમાં:
2013માં ઉત્તરાખંડમાં આવેલા પૂર તથા લેન્ડ સ્લાઈડને કારણે ઘણી જ તબાહી મચી હતી. અંદાજે પાંચ હજારથી વધુ લોકોના મોત નીપજ્યા હતાં. ચારધામનું પ્રસિદ્ધ શિવમંદિર કેદારનાથ પણ ક્ષતિગ્રસ્ત થયું હતું. સુંદર તથા શાંત પ્રદેશ તહસ-નહસ થઈ ગયો હતો. 10 હજારથી વધુ સૈનિકોએ કામ કર્યું હતું.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, ફિલ્મની ખાસ વાતો...)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sara ali khan first film name is kedarnath
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended