Home »News »Bollywood Buzz» Pahlaj Nihalani Being Replaced By Prasoon Joshi As CBFC Chairman

નિહલાનીને રિપ્લેસ કરવા પર ઓનિરે કહ્યુ ‘વ્યકિત નહીં એક્ટ બદલવાની જરૂર’

Onkar Kulkarni | Aug 13, 2017, 13:09 PM IST

મુંબઈ : સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના ચેરમેન પહેલાજ નિહલાનીને કેન્દ્ર સરકાર દ્વારા પદથી હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હવે ગીતકાર પ્રસૂન જોષીને બોર્ડના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. નિહલાની જાન્યુઆરી 2015માં બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ અત્યાર સુધીના સૌથી વિવાદાસ્પદ ચેરમેન હતા..
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કુશાન નંદીની ફિલ્મ ‘બાબુ મોસાય બંદૂકબાજ’માં નિહલાનીએ 48 કટ લગાવ્યા હતા. જ્યારે, ઓનિરની ફિલ્મ ‘ચૌરંગા’માંથી તેઓએ કિસિંગ સીન હટાવ્યા હતા. તે ઉપરાંત શ્યામ બેનેગલ અને CBFCના CEO અનુરાગ શ્રીવાસ્તવે પણ આ મુદ્દે પોતાના વિચાર મુક્યા હતા. આ મોટા ફેરફાર અંગે divyabhaskar.comએ આ તમામ લોકોની પ્રતિક્રિયા લેવાની કોશિશ કરી, પ્રસ્તુત છે વાર્તાલાપના કેટલાક અંશ...
 
ઓનિર
 
મારા મત પ્રમાણે કોઈપણ વ્યકિતને બદલવાની જગ્યાએ એક્ટને બદલવાની જરૂર છે. ‘ધ સિનેમેટોગ્રાફ એક્ટ’માં અનેક ફેરફારોની જરૂર છે. મને યાદ છે કે જ્યારે પહેલાજ નિહલાની ચેરમેન ન હતા, તો થોડા વર્ષો પહેલા મારી એક ફિલ્મ’ I AM’ (2010)માં મને 21 મિનિટની એક ફિલ્મ એડિટ કરવા માટે કહેવમાં આવ્યુ હતુ, કેમ કે એક સીનમાં એક વ્યકિત બીજી વ્યકિતને ખોટી રીતે જોઈ રહ્યો હતો. ત્યારે પણ ચેરમેન અને તેમના સાથીયોએ આ એક્ટનું પાલન કરતા અક્કડ વલણ અપનાવ્યુ હતુ. હવે પ્રસૂન જોષી જેવા લિબરલ પર્સન બોર્ડની કમાંડ સંભાળતા આશા છે તેઓ આ એક્ટને લઈને હેરાન નહી કરે.
 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, શ્યામ બેનેગલનુ શુ કહેવુ છે....
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pahlaj Nihalani Being Replaced By Prasoon Joshi As CBFC Chairman
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended