Home »News »Bollywood Buzz» Actress Meenakshi Thapa Murder Case

એક્ટ્રેસની હત્યા કરી પ્રેમી પંખીડાઓ બે દિવસ ફર્યા'તા માથુ લઈ

divyabhaskar.com | Aug 13, 2017, 13:24 PM IST

  • એક્ટ્રેસ મીનાક્ષી થાપા
અલ્હાબાદઃઆમ તો સંગમ નગરી પોતાની ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજકીય વારસાના રૂપમાં જાણીતી છે. પરંતુ ક્યારેક ક્યારેક આ શહેરની પવિત્રતાને લાંછન લગાવે એવી ઘટનાઓ બની જાય છે. divyabhaskar.com ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં થતા ક્રાઈમ અંતર્ગત આજે એક એક્ટ્રેસની મર્ડર સ્ટોરી જણાવી રહ્યું છે. જેમાં એક પ્રેમી યુગલે બોલિવૂડ એક્ટ્રેસ મીનાક્ષી થાપાની હત્યા કરી હતી. હત્યા બાદ બન્ને આરોપીઓ મીનાક્ષીનું માથું લઈને બે દિવસ ફર્યા હતા.
મીનાક્ષી એક્ટ્રેસ બન્યા પહેલા હતી ડાન્સ ટીચર

- મૂળ નેપાળની મીનાક્ષી થાપાના પિતા ઓએનજીસી દહેરાદૂનમાં નોકરી કરતા હતા. તેનું સ્કૂલિંગ જાણીતી દૂન સ્કૂલમાં થયું હતું. મીનાક્ષીએ એવિએશનમાં ડિપ્લોમા કર્યું હતું. પરંતુ તે ડાન્સ તરફ વધુ ઢળેલી હતી. જેને કારણે તેણે સેન્ટ જોસેફ એકેડમીમાં ડાન્સ ટીચર તરીકે પણ કામ કર્યું.
-આર્મીમાં નોકરી કરતા તેના ભાઈ નવરાજનું શ્રીનગરમાં પોસ્ટિંગ હતું. મા કમલા થાપા દહેરાદૂનમાં રહેતી હતી. તેની મા ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં કામ કરતી હતી. એક અન્ય ભાઈ વિક્કી થાપા હતો.  જ્યારે મોટી બહેન હેમુના લગ્ન અજય થાપા સાથે થઈ ગયા હતા.
 
અલ્હાબાદના ફાફામઉનો રહેવાસી હતો હત્યાનો આરોપી
-મૂળ અલ્હાબાદના રહેવાસી અમિતના પિતા સુરેન્દ્ર જયસ્વાલ એડવોકેટ છે. તેનું પૈતૃક ઘર ફાફામઉમાં છે. અમિતના પિતાએ મમફોર્ડ ગંજમાં પણ પોતાનું મકાન બનાવી રાખ્યું છે.
- અભ્યાસ પુરો કર્યા બાદ અમિતે અહીં કોચિંગ બિઝનેસ શરૂ કર્યો હતો. તિરૂપતિ એકેડમીનો ડિરેક્ટર હતો. અમિતના લગ્ન થઈ ગયા હતા અને તે બાળકનો પિતા પણ બન્યો.
-શરૂઆતથી જ ગ્લેમર જગતથી પ્રભાવિત અમિત શરૂઆતમાં ડાન્સ ક્લાસ ચલાવતો હતો. તે નિયમિત રીતે જિમમાં જતો હતો. તેના પર તેને ભોજપુરી ફિલ્મ્સમાં કામ કરવાની તક પણ મળી હતી. તેને સીડી બનાવીને તે બોલિવૂડની સફર કરવા માગતો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો હત્યારાઓ સાથે મીનાક્ષીની કઈ રીતે થઈ મુલાકાત અને કેવું ષડયંત્ર રચી કર્યું મર્ડર
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actress Meenakshi Thapa Murder Case
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended