Home »News »Bollywood Buzz» Justin Bieber Mumbai India 2017 Concert - DY Patil Stadium

જસ્ટિન બીબરના કોન્સર્ટની તૈયારીઓ, વરૂણ-જેકલીન અને શ્રદ્ધા પણ કરશે પર્ફોર્મ

divyabhaskar.com | May 10, 2017, 18:07 PM IST

  • લાઈવ કોન્સર્ટ દરમિયાન જસ્ટિન બીબર ભારતનો રાષ્ટ્રધ્વજ
મુંબઈઃ ઈન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબરે મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં 21 સોંગ્સ પર પર્ફોર્મ કર્યું. આ દરમિયાન તેણે કહ્યું કે,''ઈન્ડિયન સૌથી વધુ કૂલ છે અને આ એક શાનદાર રાત હતી ''. તેણે પોતાના આલ્બમ 'પર્પઝ' વર્લ્ડ ટૂર અંતર્ગત પર્ફોર્મન્સ આપ્યું હતું. તે આ આલ્બમને પ્રમોટ કરવા માટે વર્લ્ડ ટૂર પર નીકળ્યો છે. બીબરની આ ઈવેન્ટને વ્હાઈટ ફોક્સ ઈન્ડિયાએ પ્રમોટ કર્યો. શોની હોસ્ટ 'હેરી પોટર'ની એક્ટ્રેસ અલારિકા જોન્સન હતી. 50 ફેન્સ બેભાન અને બિપાશા-કરણ નીકળ્યા પાંચ મિનિટમાં

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કોન્સર્ટ દરમિયાન 50 જેટલા ફેન્સ બેભાન થઈ ગયા હતા.  જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુ અને કરણસિંહ ગ્રોવર પાંચ મિનિટમાં જ શો છોડીને નીકળી ગયા હતા. બિપાશાએ કહ્યું''અમારી પાસે સિક્યુરિટી નથી અને અહીં ભીડ હોવાથી અમે જઈ રહ્યા છીએ ''

જસ્ટિને આ સોંગ્સ પર કર્યું પર્ફોર્મ
-જસ્ટિને આલ્બમ 'પર્પઝ' સિવાય 'સોરી', 'વ્હાટ ડૂ યુ મીન', 'લાઈફ ઈજ વર્થ લિવિંગ', 'બેબી', 'લેટ મી લવ યૂ', 'ચિલ્ડ્રન', 'એજ લોંગ એજ યુ લવ મી', 'નો પ્રેશર', 'હોલ્ડ ટાઈટ', 'નો સેન્સ', 'કંપનીी', 'બીન યૂ', 'લવ યોરસેલ્ફ', 'કોલ્ડ વોટર', 'બોયફ્રેન્ડ', 'ધ ફિલિંગ', 'આઈ વિલ શો યૂ', 'ગેટ યુઝ્ડ ટૂ ઈટ', 'વ્હેર આર યૂ નાઉ' અને 'માર્ક માઈ વર્ડ્સ જેવા સોંગ્સ પર પર્ફોર્મ કર્યું'
 
આ સ્ટાર્સ થયા સામેલ
આ કોન્સર્ટમાં દીકરી ખુશી અને પતિ બોની કપૂર સાથે શ્રીદેવી, અમરસિંહ, દિકરા અહિલ અને પતિ આયુષ સાથે અર્પિતા ખાન, દીકરી સાથે રવિના ટંડન, દિકરા અરહાન અને અલગ થયેલા પતિ અરબાઝ ખાન સાથે મલાઈકા અરોરા, દીકરી પાલોમા સાથે પૂનમ ધિલ્લોન અને દીકરીઓ સાથે અર્જુન રામપાલ સહિતના સ્ટાર્સ આવ્યા હતા. આ સિવાય ઉર્વશી રૌતેલા, પૂજા હેગડે, અમાયરા દસ્તુર, રેહા ચક્રવર્તી, આલિયા ભટ્ટ, અયન મુખર્જી, કનિકા કપૂર,ઉદિતા ગોસ્વામી, દિપ્તિ ભટનાગર, રોહિત રોય, દીકરીઓ સાથે અનુ મલિક અને સૌફી ચૌધરી સહિતના સેલેબ્સ સામેલ થયા હતા.
 
200 ડ્રોન કેમેરાથી રાખી નજર, 500 પોલીસે સંભાળી સુરક્ષા
- જસ્ટિનનો આ મુંબઈમાં પહેલો શો હતો.
- તેના 'પર્પઝ વર્લ્ડ ટૂર કોન્સર્ટ' પર લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેમાં 26 કરોડ રૂપિયા સેટ અપ પર જ્યારે 25 થી 30 કરોડ રૂપિયામાં બીબર અને તેની ટીમની ફી છે.
- બીબરની સિક્યુરિટી માટે સલમાન ખાનના પર્સનલ સિક્યુરિટી ગાર્ડ શેરા પણ પહોંચ્યો હતો.
- બીબરને લાઇવ જોવા માટે 45 હજારથી વધુ લોકો ઉમટ્યા હતા.
- મુંબઈ પોલીસે સ્ટેડિયમની સુરક્ષા કરવા માટે 25 અધિકારીઓ સાથે 500 કર્મીઓને તહેનાત કર્યા હતા.
- સ્ટેડિયમમાં 200 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જસ્ટિન બિબરના કોન્સર્ટના ફોટોઝ
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Justin Bieber Mumbai India 2017 Concert - DY Patil Stadium
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended