Home » News » Bollywood Buzz» Kangana Ranaut Comments on Womens Commission in Interview Rubs Them The Wrong Way

કંગનાના સવાલ પર વુમન્સ કમિશનની ચેરપર્સને આપ્યો આ જવાબ

divyabhaskar.com | Last Modified - Sep 07, 2017, 04:37 PM IST

થોડા સમય પહેલા એક ઈન્ટવ્યૂમાં કંગનાએ જણાવ્યું હતું કે તે કેવી રીતે રીતિકના મુદ્દે હેલ્પ માટે વુમન્સ કમિશન પાસે ગઈ હતી
  • કંગનાના સવાલ પર વુમન્સ કમિશનની ચેરપર્સને આપ્યો આ જવાબ
    કંગનાના સવાલ પર વુમન્સ કમિશનની ચેરપર્સને આપ્યો આ જવાબ
    મુંબઈ : કંગના રનૌત લાંબા સમયથી સતત કોન્ટ્રોવર્સીમાં ચાલી રહી છે. હાલ તેના દરેક ઈન્ટરવ્યૂમાં વધુ વાતો રીતિક રોશન અને આદિત્ય પંચોલી વિષે જ હોય છે. થોડા સમય પહેલા એક ઈન્ટવ્યૂમાં કંગનાએ જણાવ્યું હતું કે તે કેવી રીતે રીતિકના મુદ્દે હેલ્પ માટે વુમન્સ કમિશન પાસે ગઈ હતી. પરંતુ તેમણે મદદ નહોતી કરી. મદદ માટે પાડી હતી ના......
    કંગનાએ જણાવ્યું હતું કે ‘ જ્યારે રીતિકે મને નોટિસ મોકલી હતી તો વિશાલ ભારદ્વાજે મને વુમન્સ કમિશનની હેલ્પ લેવા માટે કહ્યું હતુ. પહેલા તો તેમણે મારો કેસ લીધો, પરતુ થોડા દિવસ પછી તેમણે મને ફોન કરીને બોલાવી અને કહ્યું કે અમારા રાકેશ રોશન સાથે સારા સંબંધ છે. તમારે પણ આ બાબતને વધારે આગળના વધારવી જોઈએ નહીં. હું આ સાંભળીને શોક્ડ રહી ગઈ અને ત્યારથી મને વુમન્સ કમિશનથી નફરત થઈ ગઈ છે. વિચારો, જો તેમણે મારા જેવી બોલિવૂડ સ્ટારની સાથે આ પ્રકારનું વર્તાન કરી શકે છે તો સામાન્ય મહિલાઓની સાથે શુ કરતા હશે’
    કંગનાના આ સ્ટેટમેન્ટ પર મહારાષ્ટ્ર સ્ટેટ કમેટી ફોર વુમનની ચેરપર્સન વિજયા રાહતકરનું કહેવુ છે, ‘વુમન્સ કમિશન પર લગવવામાં આવેલા આરોપથી કમિશન ખૂબ જ દુખી છે. ના તો કંગનાએ ક્યારેય કમિશનનો અપ્રોચ કર્યો છે અને ના તો ક્યારેય ગુરમીત ચઢ્ઢા MSCW સાથે જોડાયા છે. MSCW હંમેશા જરૂરતમંદ મહિલાઓની હેલ્પ કરે છે. પંરતુ કંગના અમારી છબીને ખોટી રીતે રજુ કરી રહી છે.’ સોશ્યિલ મીડિયા પર આવેલા આ સ્ટેટમેન્ટ પછી કંગનાની બહેન રંગોલીએ પણ તેની પર પલટવાર કરતા જણાવ્યું હતું કે ‘ડિયર મેમ તમે એક વર્ષ લેટ છો. ગુરમીત મહિલા કોંગ્રેસની VP છે અને વુમન્સ કમિશન સાથે પણ જોડાયલી છે.’ આગળ ટ્વિટ કરતા રંગોલી લખે છે ‘ મિ. રાકેશ રોશનની સાથે મીટિંગ પછી વિજય રાહતાકરે મને કહ્યું હતું કે વુમન્સ કમિટી અમારી મદદ નહીં કરી શકે.
No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kangana Ranaut Comments on Womens Commission in Interview Rubs Them The Wrong Way
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top