Home »News »Bollywood Buzz» Images For Kritika-Sachdeva Ba Pass-2 Actress

BA Pass 2માં જોવા મળશે 18 વર્ષની આ એક્ટ્રેસ, શૅર કરી Lifeથી જોડાયલી વાતો

divyabhaskar.com | Sep 07, 2017, 19:55 PM IST

  • કૃતિકા સચદેવ
મુંબઈ / ચંદીગઢ :ડિરેક્ટર શાહદાબ ખાન અને પ્રોડ્યુસર નરેન્દ્ર સિંહ પોતાની ફિલ્મ બીએ પાસ ટૂ માટે એક એવા ચહેરાની શોધ હતી જે ફિલ્મની થીમ યુવા શક્તિને સારી રીતે રજુ કરી શકે. તેમની શોધ ચંદીગઢની 18 વર્ષની કૃતિકા સચદેવ પર પુરી થઈ હતી. કૃતિકા ગ્લેમરની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માંગે છે.  પોતાની પહેલી ફિલ્મ ‘બીએ પાસ-2’ની રીલિઝ થયા પહેલા તે ચંદીગઢ પોતાના ઘરે પહોંચી હતી અને બધુવારે મીડિયા સાથે રુબરુ થઈ હતી. આ પ્રકારનો રોલ કરવા માંગતી હતી : કૃતિકા....
 
આ ફિલ્મ બીએ પાસ 1ની સીક્વલ છે. જે વર્ષ 2014માં સારુ નામ કમાઈ ગઈ હતી.
 
-સેક્ટર-48 સ્થિત બેનિયન ટ્રી સ્કૂલ અને એણસીએમ ડીએવી કોલેજની એક્સ સ્ટૂડન્ટ કૃતિકા પોતાના આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
-આટલી નાની ઉંમરમાં કૃતિકા ફિલ્મ્સમાં અભિનય કરવાના પોતાની પહેલી પસંદ કહે છે. અને આ કારણે જ તેણે સ્ટાર ટીવી અને  સબ ટીવીને અનેક શોને રિજેક્ટ કર્યા છે.
-કૃતિકાએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં તેને તક મળી છે તો માત્ર તેની મહેનત અને કિસ્મતના આધારે જ મળી છે.
-કૃતિકાએ જણાવ્યું હતુ કે તમે જે કામ માટે આ દુનિયામાં આવ્યા છો, તેની માટે રસ્તા આપો આપ ખુલ્લી જાય છે.
-તમે બસ તમારી પ્રતિભાનો પરિચય આપો અને મહેનત કરતા રહો.
-કૃતિકા ખૂબ જ ખુશ છે કે તેને એ પ્રકારનો રોલ મળ્યો જેવો તે કરવા માંગતી હતી.
-કૃતિકાએ જણાવ્યું હતુ કે તેણે એક્ટિંગમાં કોઈ પ્રોફેશનલ કોર્સ નથી કર્યો
-ફિલ્મની શૂટિંગ પહેલા ડિરેક્ટરે તેની સ્કિલ્સને પોલિશ કરી હતી.
-આગામી પાંચ વર્ષમાં તે પોતાની જાતને ઈન્ડસ્ટ્રીમાં સ્થાપિત એક્ટર તરીકે જોવા માંગે છે. અને તે પણ તેની મહેનત અને કિસ્મતના બળ ઉપર.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ કૃતિકાના કેટલાક ફોટોઝ......
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Images For Kritika-Sachdeva Ba Pass-2 Actress
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended