Home »News »Bollywood Buzz» Filmmaker Hansal Mehta Shared A Photo With Wife Safeena Husain

49 વર્ષના આ ડિરેક્ટરે શૅર કર્યો ઈન્ટીમેટ ફોટો, યૂઝર્સે કહ્યું- ‘આંખ ખોલીને કર્યુ Lip Lock’

divyabhaskar.com | Nov 16, 2017, 14:38 PM IST

  • 49 વર્ષના આ ડિરેક્ટરે શૅર કર્યો ઈન્ટીમેટ ફોટો, યૂઝર્સે કહ્યું- ‘આંખ ખોલીને કર્યુ Lip Lock’,  bollywood buzz news in gujarati

મુંબઈ :નેશનલ એવોર્ડ વિનર ડિરેક્ટર હંસલ મહેતાએ ‘શાહિદ’ (2012), ‘સિટીલાઈટ્સ’ (2014), ‘અલીગઢ’ (2016), ‘સિમરન’ (2017) જેવી ફિલ્મ્સ માટે જાણીતા છે. સંવેદનશીલ વિષય પર ફિલ્મ બનાવતા 49 વર્ષિય હંસલ મહેતા રિયલ લાઈફમાં ખૂબ જ રોમેન્ટિક છે. તેનો અંદાજો તમે સોશ્યિલ મીડિયા પર થોડા સમય પહેલા શૅર કરેલા એક ફોટોથી લગાવી શકો છો. હંસલે થોડા સમય પહેલા પત્ની શફીના હુસૈન સાથે લિપ-લોક કરતો એક ફોટો શૅર કર્યો હતો. ફોટો સાથે હંસલે લખ્યું હતુ કે આ ફોટો તેના ફેવરિટ એક્ટર રાજકુમાર રાવે ખેંચી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકુમાર રાવની સાથે હંસલે અત્યાર સુધી ચાર ફિલ્મ્સ કરી છે. જેમાં ‘શાહિદ’ (2012), ‘સિટીલાઈટ્સ’ (2014), ‘અલીગઢ’ (2015)   અને ઉમેર્ટો (2017) આ ચારેય ફિલ્મ્સને દર્શકો અને ક્રિટીક્સએ પસંદ કરી હતી.

લાઈઈલાઈટથી દૂર રહેવાનું પસંદ કરતા હંસલના ફોટોને તેના અનેક ફેન્સ પસંદ કર્યો હતો. જોકે કેટલાક યૂઝર્સે તેની મજાક પણ ઉડાવી હતી. એક યૂઝરે લખ્યું હંસલે કિસ કરતા સમયે આંખો બંધ નથી કરી. ઉલ્લેખનીય છે કે હંસલની પત્ની શફીના હુસૈન પોપ્યુલર સોશ્યિલ એક્ટિવિસ્ટ છે. શફિના ‘એકજૂટ ગર્લ્સ’ નામની નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશનની ફાઉન્ડર અને એક્જ્યુકેટિવ ડિરેક્ટર છે.

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Filmmaker Hansal Mehta Shared A Photo With Wife Safeena Husain
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended