Home »News »Bollywood Buzz» Fardeen Khan Shares First Photo Of Son Azarius

એક્ટર ફરદિન ખાને શૅર કરી પુત્રની પહેલી તસવીર

divyabhaskar.com | Aug 13, 2017, 18:35 PM IST

મુંબઈ :એકટર ફરદિન ખાન અને વાઈફ નતાશા માધવાણી એક બેબી બોયના માતા-પિતા બન્યા છે. આ કપલે પોતાના દિકરાનુ નામ એજાર્યિસ(Azarius) ફરદિન ખાન આપ્યુ છે. એજાર્યિસના નામનો અર્થ પાવરફૂલ થાય છે. 43 વર્ષના આ એકટરે સોશ્યિલ મીડિયામાં પોતાના પુત્રનો ફોટો શૅર કરતા પોતાના ફેન્સ અને સગા-વ્હાલાઓનો આભાર માન્યો હતો.
 
તેણે ટ્વીટર પર લખ્યુ “થેન્ક યુ તમારી શુભેચ્છાઓ માટે, દિયાની, નતાશા અને ફરદિન ખાન તરફથી  તમને બધાને પણ શુભેચ્છાઓ”
 
પીઢ અભિનેત્રી મુમતાઝની દિકરી નતાશાએ ડિસેમ્બર 2005માં ફરદિન ખાન સાથે લગ્ન કર્યા હતા. ફરદિન અને તેની વાઈફ નતાશા માધવાને પહેલાથી જ ત્રણ વર્ષની દીકરી છે, જેનુ નામ દિયાની ઈશાબેલા ખાન છે, જે 11 ડિસેમ્બર, 2013ના રોજ જન્મી હતી.
 
ફરદિન અનિસ બઝમી ફિલ્મ “નો એન્ટ્રી મે એન્ટ્રી”થી  કમબેક કરવાનો છે.  આ ફિલ્મ 2005માં આવેલી હિટ ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલ છે, જેમાં ફરદિન ઉપરાંત અનિલ કપૂર અને સલમાન ખાન જોવા મળ્યા હતા.
 
 

આગળની સ્લાઈડ્સમાં જોવા, ફરદિનખાને પોતાના ફેન્સનો ટ્વીટ કરીને માન્યો આભાર

 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Fardeen Khan shares first photo of son Azarius
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended