Home »News »Bollywood Buzz» Bollywood Stars Tribute To Veteran Actress Reema Lagoo

બોલિવૂડની ગ્લેમરસ મોમના અવસાનથી શોકમાં સ્ટાર્સ, આપી શ્રદ્ધાંજલિ

divyabhaskar.com | May 18, 2017, 10:42 AM IST

  • રિષિ કપૂરે આપેલી શ્રદ્ધાંજલિ
મુંબઇઃ બોલિવૂડની પીઢ એક્ટ્રેસ રીમા લાગૂનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું છે. તેમણે કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. બોલિવૂડની ગ્લેમરસ મોમ તરીકે રીમા લાગૂએ અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેમના અવસાનથી બોલિવૂડ જગતને શોક લાગ્યો છે. વડાપ્રધાન સહિત બોલિવૂડના અનેક સેલેબ્સે તેમને શ્રદ્ધાંજલી આપી પોતાનો શોક પ્રગટ કર્યો હતો.
 
કો સ્ટાર્સે આપી શ્રદ્દાંજલિ

-રીમા લાગૂ 'નામકરણ' સીરિયલમાં કામ કરી રહ્યા હતાં. તેના ચાઇલ્ડ આર્ટિસ્ટ અર્શીન નામદારે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે,"હું તેમને દાદી કહીને બોલાવતો હતો અને તેઓ મને દાદીજી કહીને બોલાવતા હતાં. મને જ્યારે મારી મોમે આ ન્યૂઝ આપ્યા ત્યારે હું સૂતો હતો. મને આ ન્યૂઝ સાંભળીને શોક લાગ્યો હતો. જ્યારે મને સેટ પર કોઇ દિવસ સારૂ લાગતું નહોતું ત્યારે તેઓ મને સાથ આપતાં હતાં. તેમની સાથે મારી અનેક યાદગાર મેમરિઝ છે અને તે બધી જ સ્પેશ્યિલ છે."
 
-બરખા બિશ્તે જણાવ્યું હતું કે,"તેઓ સેટ પર હંમેશા હળવા મૂડમાં રહેતા હતાં. તેઓ હંમેશા સેટ પર પોતાના અનુભવો શૅર કરતાં હતાં. અમને એક એવા સમજદાર વ્યક્તિની ખોટ પડી છે. જે હંમેશા હસાવતા રહેતા હતાં"
 
-ટેલિવિઝન એક્ટ્રેસ સયાંતિ ઘોષે જણાવ્યું હતું કે,"તેમની સાથે મારી અનેક યાદગાર પળો રહેલી છે. હું તેમને શબ્દોમાં ક્યારેય વર્ણવી ના શકું. અમે તેમને મિસ કરીશું હંમેશા.."
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ બોલિવૂડ સ્ટાર્સે પાઠવી શ્રદ્ધાંજલિ.....
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood stars Tribute to Veteran Actress Reema Lagoo
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended