Home »News »Bollywood Buzz» Bollywood Celebs Behavior Very Bad Towards Mad And Servant

બોલિવૂડ સેલેબ્સની કાળી કરતૂત; નોકરો સાથે કરે છે જાનવરો જેવો વર્તાવ, ભાંડે છે ગાળો

divyabhaskar.com | Apr 19, 2017, 00:02 AM IST

  • પ્રતિકાત્મક તસવીર
મુંબઈઃ લોકોને ઓનલાઈન ડોમેસ્ટિક હેલ્પની સાથે મેડ તથા બાઈ આપવાનુ સ્ટાર્ટ અપ BookMyBai.comએ તાજેતરમાં જ કહ્યું હતું કે તે હવે બોલિવૂડ સેલેબ્સને આ સર્વિસ પ્રોવાઈડ કરશે નહીં. આ વેબસાઈટના કો-ફાઉન્ડર અનુપમ સિંઘલે તાજેતરમાં જ એક બ્લોગ લખ્યો હતો, જેમાં તેમણે 20થી વધુ સેલેબ્સ પર ડોમેસ્ટિક હેલ્પ લેતા સમયે નોકરો સાથે કેવી રીતે મિસબિહેવ કર્યું હતું, કેવી રીતે ગાળો બોલે ને માર મારે છે, તેની વિગતે વાત કરી છે. અનુપમ સિંઘલે સ્પષ્ટતા પણ કરી હતી કે તે હવેથી કોઈ પણ સેલેબ્સને ડોમેસ્ટિક હેલ્પ નહીં કરે. 

- બ્લોગમાં અનુપમે કોઈ પણ નામ વગર પાંચ સેલિબ્રિટીઝના કિસ્સા કહ્યાં છે.
- તેમણે કહ્યું હતું કે સેલેબ્સે નોકરોને ગાળો ભાંડે છે તથા મારપીટ કરે છે. 
- આટલું જ નહીં પર્સનલ ઈમરજન્સીમાં રજા પણ આપતા નથી. આટલું જ નહીં પૂરતું ખાવાનું પણ આપતા નથી. તથા વળતર પણ ચૂકવતા નથી. 
- અનુપમના મતે, મુંબઈમાં સેલિબ્રિટીની સાથે કામ કરવું કોઈ જોખમ ઉઠાવવાથી ઓછું નથી. 

શું છે BookMy:
- આ એક ઓનલાઈન સ્ટાર્ટઅપ છે, જે શહેરોમાં મેડ, ડોમેસ્ટિક હેલ્પર તથા નોકરો પ્રોવાઈડ કરે છે.
- હાલમાં બુકમાય 10 હજારથી વધુ ઘરોમાં આ સર્વિસ પૂરી પાડે છે. આ કંપની ક્લિનિંગ, કુકિંગ, બેબી સિટિંગ, નર્સિંગ તથા એલ્ડરી કૅર જેવી સર્વિસ આપે છે.
- આ કંપની મેડ સર્વિસ માટે એડવાન્સમાં પેમેન્ટ નથી લેતી પરંતુ મેડ કામ પર આવે પછી જ પેમેન્ટ લે છે.
- હાલમાં કંપની પાસે 20 હજાર મેડ્સનો ડેટાબેઝ છે. આ સર્વિસ હાલમાં મુંબઈ, પૂના, અમદાવાદ તથા બેંગ્લોરમાં આપવામાં આવે છે. 
- કંપનીના ફાઉન્ડર અનુપમ સિંહલ તથા વિકાસ ચૌધરી છે. બંને કમ્પ્યુટર સાયન્સના સ્ટૂડન્ટ છે. 
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, વેબસાઈટના ડિરેક્ટર અનુપમ સિંઘલે કહેલા કિસ્સાઓ....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood celebs behavior very bad towards mad and servant
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended