Home »News »Bollywood Buzz» Sharukh Khan Attend Kundan Shah Prayer Meet

ગુજરાતી ડિરેક્ટરની પ્રાર્થનાસભામાં ભાવુક થયો શાહરૂખ ખાન, તસવીરો

divyabhaskar.com | Oct 11, 2017, 11:18 AM IST

  • મેનેજર પૂજા સાથે શાહરૂખ ખાન
મુંબઈઃ'જાને ભી દો યારો'ના ડિરેક્ટર કુંદન શાહની પ્રેયર મીટ મુંબઈમાં સેન્ટાક્રૂઝ વેસ્ટ સ્થિત શ્રીમંડલમાં પ્રેયર મીટ રાખવામાં આવી હતી, જેમાં શાહરૂખ ખાન પોતાની મેનેજર પૂજા સાથે આવ્યો હતો. પ્રેયરમીટમાં શાહરૂખ ભાવુક થઈ ગયો હતો. 

આ સેલેબ્સ પણ મળ્યાં જોવાઃ
અનુપમા ચોપરા, ફિલ્મમેકર અઝીઝ મિર્ઝા, અમોલ ગુપ્તે, સુધીર મિશ્રા, સુલભા આર્યા, કોમેડિયન સુનીલ પાલ સહિતના બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યાં હતાં. 

સાત ઓક્ટોબરના થયું મોતઃ
7 ઓક્ટોબરના રોજ મૂળ ગુજરાતી અને એક સમયના વિખ્યાત ફિલ્મ ડિરેક્ટર એવા કુંદન શાહનું 69 વર્ષની વયે અવસાન થયું હતું. તેમનું સવારે ઉંઘમાં જ નિધન થયું હતું. ફિલ્મ એક્ટર સતીશ શાહ મુજબ, તેમનું અવસાન હ્રદયરોગના હુમલાને કારણે થયું છે. ત્યાર બાદ સાંજે શિવાજી પાર્ક સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક, સતીશ શાહ અને અશોક પંડિત સિવાય કોઈ જાણીતા સેલેબ્સ સામેલ થયા નહોતા.

(જુઓ, કુંદન શાહની પ્રેયર મીટ....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sharukh khan attend kundan shah prayer meet
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended