Home »News »Bollywood Buzz» Peepli Live Actor Sitaram Passed Away On 10th Aug

'પાનસિંહ તોમર'ના એક્ટર પાસે નહોતા દવાના પૈસા, આવી હતી દયનીય હાલત

divyabhaskar.com | Aug 10, 2017, 16:15 PM IST

મુંબઈઃ 'પાનસિંહ તોમર', 'પીપલી લાઈવ' જેવી ફિલ્મ્સમાં એક્ટિંગ કરનાર સીતારામ પંચાલનું 10 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. તેને લિવર કેન્સર હતું અને મુંબઈમાં સારવાર ચાલતી હતી. હરિયાણાના જિંદ જીલ્લાના નરવાના ગામમાંથી મુંબઈ સુધીની સફર કરનાર સીતારામે ઘણો જ સંઘર્ષ કર્યો છે. કેન્સરની સારવાર દરમિયાન તમામ પૈસા પૂરા થઈ ગયા હતાં અને મદદ માટે સોશ્યિલ મીડિયામાં અપીલ કરી હતી.

પિતા વેચતા હતાં ચાઃ
સીતારામના પિતા શ્રીરામ નરવાનામાં ચાની દુકાન ચલાવતા હતાં. તેમને ચાર પુત્રો અને સીતારામનો નંબર ત્રીજો હતો. સીતારામે 12 ધોરણ સુધી ગામમાં જ અને પછી કુરૂક્ષેત્ર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. અહીંયા ડ્રામા તથા થિયેટરમાં કામ કરવાની શરૂઆત કરી હતી. યુથ ફેસ્ટિવલ તથા અન્ય એક્ટિવિટીમાં પર્ફોમન્સ આપ્યું હતું. યુનિવર્સિટીમાં સીતારામને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા લીધું હતું એડમિશન
સીતારામના મોટા ભાઈ જગદીશે કહ્યું હતું કે ગ્રેજ્યુએશન બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા એડમિશન લીધું અને ડિગ્રી લીધી હતી. આટલું જ નહીં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં સીતારામે વિદ્યાર્થીઓને ભણાવ્યા પણ હતાં. પછી મુંબઈ જવાનો વિચાર કર્યો અને નોકરી છોડીને મુંબઈ આવી ગયો હતો. મુંબઈ આવીને 'બેન્ડિટ ક્વિન'માં કામ કરવાની તક મળી હતી. પછી અનેક ફિલ્મ્સ તથા સીરિયલ્સમાં કામ કર્યું હતું. 'સ્લમડોગ મિલિયોનર', 'ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ', 'જોલી એલએલબી', 'સારે જહાં સે મહંગા', 'હલ્લા બોલ', 'પાનસિંહ તોમર', 'પીપલી લાઈવ' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. 

ચાર વર્ષ પહેલાં કેન્સરની થઈ જાણઃ
સીતારામને ચાર વર્ષ પહેલાં જ લીવરનું કેન્સર થયું હોવાની જાણ થઈ હતી. સારવાર ચાલુ હોવા છતાંય તબિયત બગડતી ગઈ હતી. તબિયત સારી રહેતી ના હોવાને કારણે ફિલ્મ્સમાં કામ મળતું બંધ થઈ ગયું હતું. ઘરમાં તે એકલો જ કમાનાર હતો. જે પણ બચત હતી, તે બધી જ વપરાઈ ગઈ અને 30 કિલો વજન ઘટી ગયું હતું. પૈસા ના રહેતા સોશ્યિલ મીડિયામાં મદદની અપીલ કરી હતી. ચાહકોએ મદદ માટે એક કેમ્પેઈન ચલાવ્યું હતું. મનોહરલાલ ખટ્ટરે સોશ્યિલ મીડિયામાં પોસ્ટ વાચ્યા બાદ સીતારામને પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી. 

બે દિવસ પહેલાં બગડી તબિયતઃ
સારવાર દરમિયાન તબિયતમાં સુધારો આવતો સીતારામને હોસ્પિટલમાંથી રજા મળી હતી અને બે દિવસ પહેલાં જ તબિયત ખરાબ થઈ ગઈ હતી અને હોસ્પિટલમાં જ મોત થયું હતું. 

મુંબઈમાં રહે છે પત્ની-પુત્રઃ
સીતારામની પત્ની ઉમા તથા પુત્ર રીષભ મુંબઈમાં જ રહે છે. એક પુત્રનું નરવાનામાં ડૂબી જતા મોત થયું હતું. 
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: peepli live actor sitaram passed away on 10th aug
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended