Home »News »Bollywood Buzz» Bollywood Actor Amitabh Bachchan Praised Afroz Shah

અમિતાભ બચ્ચને અહીંયા ઉઠાવ્યો કચરો ને આપ્યું આ વચન

divyabhaskar.com | Aug 13, 2017, 16:53 PM IST

મુંબઈઃ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને રવિવાર(13 ઓગસ્ટ)ના રોજ વર્સોવામાં રહેતા અફરોઝ શાહ તથા તેમના પાડોશીઓ સાથે મળીને વર્સોવા બીચની સફાઈ કરી હતી. વર્સોવા બીચ પર ઘણો જ કચરો તથા પ્લાસ્ટિક્સની બેગ જોઈને બિગ બી પણ નવાઈમાં મૂકાઈ ગયા હતાં. અમિતાભ અહીંયા અડધો કલાક સુધી રોકાયા હતાં. તેણે યુએન અર્થ ચેમ્પિયન અફરોઝ શાહ સાથે મળીને બીચ સાફ કર્યો હતો. 

સફાઈ રાખવી જવાબદારીઃ
વર્સોવા બીચ પર અમિતાભ બચ્ચને અફરોઝ શાહના વખાણ કરતાં કહ્યું હતું કે સફાઈ રાખવી તેમની પણ જવાબદારી છે. આ સાથે જ તેમણે સફાઈમાં મદદરૂપ થાય તે માટે એક અર્થમૂવર તથા ટ્રેકટર આપવાનું વચન આપ્યું છે. આ પ્રસંગે યુએન ઈન્ડિયાના વિજય સમનોત્રા, સ્થાનિક એમએલએ ભારતી લવેકર, બીએમસીની ટીમ તથા કર્મચારીઓ હાજર હતાં. સ્થાનિક સંસ્થા 'ઢાઈ અક્ષર'ના 20 બાળકો પણ સફાઈ અભિયાન સાથે જોડાયા હતાં. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, વર્સોવા બીચની સફાઈ કરતાં બિગ બી....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood actor amitabh bachchan praised afroz shah
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended