Home »News »Bollywood Buzz» Name Inqlab Of Amitabh Bacchan Impression Of Quite India Movement

બિગ બીનું નામ હતું ઈન્કલાબ, આ કારણથી પિતાએ બદલ્યું હતું નામ

divyabhaskar.com | Aug 09, 2017, 12:15 PM IST

  • ભારત છોડો આંદોલનથી પ્રભાવિત થઈને અમિતાભનું નામ ઈંકલાબ રાખવામાં આવ્યુ
મુંબઈઃ ભારત છોડો આંદોલન ( India Quite movement)ને  આઠ ઓગસ્ટના રોજ 75 વર્ષ પૂરા થયા છે. આ એક એવી ચળવળ હતી, જેમાં મોટાભાગના હિંદુસ્તાનીએ ભાગ ભજવ્યો હતો. ચળવળથી જોડાયેલા અનેક કિસ્સા બચ્ચન ફેમિલી સાથે પણ જોડાયેલા છે. હરિવંશ રાય બચ્ચને આ મૂવમેન્ટથી ઈન્સપાયર્ડ થઈને અમિતાભ બચ્ચનનું નામ ઈન્કલાબ રાખ્યું હતું. જે પછીથી એક મિત્રની સલાહથી નામ બદલી નાખ્યું હતું. divyabhaskar.com અમિતાભના નામની પાછળ રહેલી રસપ્રદ કિસ્સા અંગે વાત કરશે. 


પંતના આ કહેવાથી બદલ્યું હતું નામઃ

-8 ઓગસ્ટ 1942માં મહાત્માં ગાંધીના નેતૃત્વમાં આ ચળવળની શરૂઆત થઈ હતી.. ચળવળના બે મહિના પછી એટલે કે 11 ઓક્ટોમ્બરના રોજ અમિતાભનો જન્મ થયો હતો. 
- જન્મ પછી હરિવંશ રાય બચ્ચનના એક મિત્ર અમરનાથ ઝાના કહેવાથી પુત્રનું નામ ‘ઈન્કલાબ રાય’ રાખવામાં આવ્યું હતું.
- કહેવામાં આવે છે કે જ્યારે હરિવંશ રાય અને તેમની પત્ની તેજી બચ્ચન નર્સિંગ હોમમાં હતાં ત્યારે તેમના મિત્ર સુમિત્રાનંદન પંત ત્યાં પહોંચ્યા હતાં.
- તેમણે ‘ઈન્કલાબ’ને જોયો તો બોલ્યા હતાં કે આ કેટલો શાંત દેખાઈ રહ્યો છે. જાણે કે ધ્યાનમગ્ન અમિતાભ. ત્યારે બચ્ચન દંપતીએ ‘ઈન્કલાબ’ બદલીને અમિતાભ કર્યું હતું.
- કહેવામાં એ પણ આવે છે કે હરિવંશરાય બચ્ચને જો પોતાનુ ઉપનામ બચ્ચન ના રાખ્યું હોત તો તે હરિવંશ રાય શ્રીવાસ્તવ કહેવાત અને તેમના પુત્ર અમિતાભ શ્રીવાસ્તવ.
- પિતા હરિવંશ દીકરા અમિતાભને પ્રેમથી અમિત કહીને બોલાવતા હતાં. તેમની માતા તેમને મુન્ના કહીને બોલવતી હતી. તેજી બચ્ચનની બહેન ગોવિંદે અજિતાભનું નામ ‘બંટી’ રાખ્યુ હતું.


શું હતું ભારત છોડો આંદોલનઃ

-8 અને 9 ઓગસ્ટ 1942ની રાત્રે ભારત છોડો આંદોલન મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં શરૂ થયુ હતું.
-જેમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી લોકો સામેલ થયા હતાં. આ ચળવળની ખાસ વાત એ હતી કે તેણે યુથ્સમાં રાષ્ટ્રવાદની ભાવના જગાવી દીધી હતી.
-યુથ કોલેજ છોડીને જેલની કેદ સ્વીકારી રહ્યાં હતાં. ચળવળને દબાવવા માટે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી.
-જુન 1944માં જ્યારે ‘વર્લ્ડ વોર’ પૂરું થયું ત્યારે મહાત્મા ગાંધીને જેલમાંથી છોડવામાં આવ્યા હતાં.


(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, બચ્ચન પરિવારની ખાસ તસવીરો....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Name Inqlab Of Amitabh Bacchan Impression Of Quite India Movement
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended