Home »News »Bollywood Buzz» Amitabh Bachchan Mother Teji Bachchan Life Facts

પહેલી પત્નીનું મોત થતા બિગ બીના પિતાએ કર્યા'તા બીજા લગ્ન

divyabhaskar.com | Aug 12, 2017, 12:34 PM IST

  • ઉપર ફોટોમાં માં તેજી બચ્ચન અને પિતા હરિવંશ રાયની સાથે અમિતાભ, નીચે સાસુ તેજી સાથે જયા
મુંબઈ: અમિતાભ બચ્ચનની માં અને સોશ્યિલ એક્ટિવિસ્ટ તેજી બચ્ચનની આજે 103મી જન્મજંયતી છે. તેમનો જન્મ 1914ના રોજ લ્યાલપૂર(પંજાબ)માં થયો હતો. તેજી શરૂઆતના સમયમાં અલ્હાબાદ યૂનિવર્સિટીમાં સાઈકોલોજીની ટીચર હતા અને અંહી જ તેમની મુલાકાત હરિવંશ રાય બચ્ચનથી થઈ હતી, જે ત્યાં ઈંગ્લિશ લિટરચેર ભણતા હતા. થોડા સમય પછી તેજી અને હરિવંશ રાયે 1941માં લગ્ન કરી લીધા હતા. અમુક લોકો જ જાણતા હશે કે બન્ને યશ ચોપરાની ફિલ્મ ‘કભી-કભી’(1976)માં કેમિયો કરી ચુક્યા છે. હરીવંશ રાયના બીજા પત્ની હતા તેજી...
 
હરિવંશ રાયે અમિતાભ બચ્ચનની માતા તેજી સાથે બીજા લગ્ન કર્યા હતા.
-તેમના પહેલા લગ્ન 1926માં શ્યામા સાથે થયા હતા. આ સમયે હરિવંશ રાય માત્ર 17 વર્ષના હતા.
- બન્નેના લગ્ન 10 વર્ષ સુધી ચાલી શકયા હતા.
-શ્યામા ટીબી જેવી ગંભીર બિમારીથી પિડાતા હતા, જેના કારણે 1936માં તેમનું ડેથ થઈ ગયુ  અને 5 વર્ષ પછી હરિવંશ રાયે 1941માં બચ્ચને તેજી સૂરી સાથે બીજા લગ્ન કરી લીધા હતા.
-બન્નેને બે દિકરા અમિતાભ(મોટો) અને અજિતાભ(નાનો) છે. જેમાં બિગબીએ બોલિવૂડમાં કરિયર બનાવ્યું તો બીજી તરફ અજિતાભ બચ્ચન બિઝનેસમેન છે.
 
ઈન્દરા ગાંધીની નજીક હતા તેજી બચ્ચન...
 
-બચ્ચન પરિવારનો ગાંધી પરિવાર સાથે નજીકના સંબંધ રહ્યાં છે.
-તેજી અને એક્સ પ્રાઈમ મિનિસ્ટર ઈન્દરા ગાંધી ખુબ જ નજીકના મિત્રો હતા.
-રિપોર્ટનું માનીએ તો બન્નેની મિત્રતા ત્યારથી હતી જ્યારે ઈન્દરા ગાંધીના લગ્ન પણ  ન થયા હતા.
-પછીથી ખબર પડી કે બન્ને પરિવારોના બાળકો વચ્ચે પણ ગાઢ મિત્રતા છે.
-જયારે રાજીવ ગાંધીએ લગ્ન કર્યા ન હતા ત્યારે ઈટાલીથી આવીને સોનિયાએ થોડો સમય બચ્ચન પરિવાર સાથે વિતાવ્યો હતો, તેમજ લગ્નના કેટલાક રિતી-રિવાજો બચ્ચન પરિવારના ઘર પર જ પૂરા કરવામાં આવ્યા હતા.
 
-ઉલ્લેખનીય છે કે બન્ને પરિવારોની મિત્રતા એટલી ગાઢ હતી કે ‘કૂલી’(1983)ફિલ્મની શૂટિંગ દરમિયાન જ્યારે અમિતાભ ઘાયલ થયેલી હાલતમાં બ્રીચ કેંડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા ત્યારે રાજીવ ગાંધી અમેરિકા અને ઈન્દરા ગાંધી દિલ્લીથી તેમને મળવા માટે પહોંચ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જોવો તેજી બચ્ચનની 7 ફેમિલી ફોટોઝ...
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amitabh Bachchan Mother Teji Bachchan Life Facts
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended