Home »News »Bollywood Buzz» Aishwarya Rai Leaved Cannes With Daughter

મોમ એશ સાથે આરાધ્યા બચ્ચનનો નટખટ અંદાજ, મોડલની જેમ આપ્યો Pose

divyabhaskar.com | May 18, 2017, 11:23 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ઐશ્વર્યા 70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે રવાના થઈ હતી. એરપોર્ટ પર દીકરી આરાધ્યાએ મોડલની માફક પોઝ આપ્યો હતો. 

અભિષેક આવ્યો મૂકવાઃ
અભિષેક બચ્ચન પત્ની એશ તથા દીકરી આરાધ્યાને એરપોર્ટ સુધી મૂકવા આવ્યો હતો. જોકે, તે કારમાંથી નીચે ઉતર્યો નહોતો.

મોમના ગુણ દીકરીમાં:
એરપોર્ટ પર આરાધ્યાએ મોડલની માફક પોઝ આપ્યા હતાં. ઐશ્વર્યાએ પોતાની કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. આરાધ્યામાં આ ગુણો વારસામાં ઉતરી આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. આરાધ્યાએ બ્લૂ ટીશર્ટ પહેરી હતી. જ્યારે એશ બ્રાઉન ટ્રેન્ચ કોટ સાથે ટોપ અને જીન્સ કૅરી કર્યું હતું. એશ સ્ટાઈલિસ્ટ લાગતી હતી. એશ 19 તથા 20 મેના રોજ કાન્સ રેડ કાર્પેટ પર જોવા મળશે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એરપોર્ટ પર દીકરી સાથે એશનો સ્ટાઈલિશ અંદાજ....)
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya rai leaved Cannes with daughter
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended