Home » News » Bollywood Buzz» Aishwarya And Anil Movie Fanney Khan Is Remake Of Everybodys Famous

આ ફિલ્મની રિમેક છે અનિલ અને ઐશ્વર્યાની ‘ફન્ને ખાં’, આ છે સ્ટોરી

divyabhaskar.com | Last Modified - Sep 07, 2017, 12:10 PM IST

અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ફન્ને ખાં’નું શૂટિંગ શરૂ થઈ ગયુ છે
  • આ ફિલ્મની રિમેક છે અનિલ અને ઐશ્વર્યાની ‘ફન્ને ખાં’, આ છે સ્ટોરી
    આ ફિલ્મની રિમેક છે અનિલ અને ઐશ્વર્યાની ‘ફન્ને ખાં’, આ છે સ્ટોરી
    મુંબઈ : અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ફન્ને ખાન’નું શૂટિંગ શરૂ થઈ ગયુ છે. જેમાં રાજકુમાર રાવ જોવા મળશે. ફિલ્મમાં ઐશ્વર્યા એક જાણીતી સિંગરનો રોલ કરી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં રાકેશ ઓમપ્રકાશ મેહરાએ જણાવ્યું હતુ કે તેમને આ ફિલ્મ બનાવવાની પ્રેરણા 2000માં ઓસ્કર માટે નોમિનેટ થયેલી ડચ ફિલ્મ ‘એવરીબડીઝ ફેમસ’થી મળી. તેમને તેની વાર્તા ખૂબ જ પસંદ આવી હતી. આ હોઈ શકે છે સ્ટોરી.....
    આ ફિલ્મ એક પિતા અને દીકરીની વાર્તા છે. દીકરી સિંગર બનવા માટે અનેક કોન્ટેસ્ટમાં ભાગ લે છે, પરંતુ જીતતી નથી. ત્યારે તેના પિતા દીકરીને એક સફળ સિંગર બનાવવા માટે દેશની ટોપ સિંગરને કિડનેપ કરી લે છે. મહેરાએ જણાવ્યું હતું કે ‘ફિલ્મને જોઈને મેં વિચાર્યુ આ વાર્તા પર એક સારી બોલિવૂડ ફિલ્મ બની શકે છે.’ અને તે ત્યારથી જ આ ફિલ્મના રાઈટ્સ ખરીદવા માટે લાગી ગયા હતા. જોકે આ ફિલ્મ તેના ડિરેક્ટર-પ્રોડ્યુસરની ખૂબ જ નજીક હતી, એટલે તેમને મનાવવામાં ખૂબ જ સમય થયો હતો. તે પછી ફિલ્મની સ્ટોરીને ભારતીય દર્શકો પ્રમાણે ડેવલપ કરવામાં આવી હતી. ફિલ્મના એક ગીતનું શૂટિંગ નવેમ્બરમાં કરવામાં આવશે. જેની માટે વિદેશમાંથી કોરિયોગ્રાફર ભારત આવશે. આ ફિલ્મ 2018માં રીલિઝ થઈ શકે છે.
No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Aishwarya And Anil Movie Fanney Khan Is Remake Of Everybodys Famous
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top