Home »News »Bollywood Buzz» Dangal Girl Zaira Wasim Escapes A Fatal Accident On Kashmirs Dal Lake

'દંગલ ગર્લ'ની કાર ખાબકી દાલ લેકમાં, માંડ માંડ બચી એક્ટ્રેસ ઝાયરા વસીમ

divyabhaskar.com | Jun 10, 2017, 16:36 PM IST

  • દાલ લેકમાં ખાબકેલી કાર અને ઝાયરા વસીમ
મુંબઈઃ 'દંગલ' એક્ટ્રેસ ઝાયરા વસીમની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. જોકે ઝાયરા આ ઘટનામાંથી સુરક્ષિત રીતે બચી નીકળી છે અને તેને વધુ ઈજા થઈ નથી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, પોલીસે જણાવ્યું કે, 16 વર્ષીય ઝાયરા 10 જુનની મોડી રાત્રે પોતાના ફ્રેન્ડ સાથે જઈ રહી હતી ત્યારે દાલ લેકના કિનારે બુલેવાર્ડ રોડ પર આ દુર્ઘટના થઈ હતી.
 
ચાલકે કાબૂ ગુમાવતા ખાબકી દાલ લેકમાં
 
પ્રત્યક્ષદર્શી મુજબ, ગાડી ઓવર સ્પીડમાં હતી અને ચાલક કાર પરથી કાબૂ ગુમાવી બેસતા કાર ફુટપાથ પાર કરીને જીલમાં લાગેલી રેલિંગ સાથે અથડાઈ હતી. તેની સાથે પ્રવાસ કરી રહેલા વ્યક્તિને ઈજા થઈ છે. પોલીસે કહ્યું કે, કાર એક સ્થાનિક રાજકારણીની હતી. તેમજ કોઈના ઈજાગ્રસ્ત થવા કે જાહેર સંપત્તિને નુકસાન થવા અંગે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
 
સ્કોર્પિયોમાં ફ્રેન્ડ સાથે કરતી હતી પ્રવાસ
 
એક અંગ્રેજી ટેબ્લોઈડે સૂત્રોના હવાલેથી લખ્યું કે, ઝાયરા આ કારમાં પોતાના ફ્રેન્ડ આરિફ અસલમ સાથે હતી. ઝાયરા સફેદ રંગની સ્કોર્પિયો(JK01A 0819)માં પ્રવાસ કરી રહી હતી.
 
'દંગલ' માટે મળ્યો છે નેશનલ એવોર્ડ
 
કાશ્મીરની રહેવાસી ઝાયરાએ આમિર ખાન સ્ટારર 'દંગલ'માં ગીતા ફોગટના બાળપણનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગ બદલ ખૂબ પ્રશંસા થઈ હતી. માત્ર એટલું જ નહીં, તેને ચાલુ વર્ષે સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં ઝાયરાને લઈ જાન્યુઆરીમાં થયેલા વિવાદ અને તેની લાઈફ અંગે વાંચો
( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dangal Girl Zaira Wasim Escapes A Fatal Accident On Kashmirs Dal Lake
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended