Home » News » Bollywood Buzz» Thackeray Will Releases On 23 January 2019

'ઠાકરે'નું ટીઝર થયું રીલિઝ, નવાઝમાં જોવા મળી બાલા સાહેબની ઝલક

divyabhaskar.com | Last Modified - Dec 22, 2017, 02:16 PM IST

થોડા સમય પહેલા કન્ફર્મ થઈ ગયું કે બાલા સાહેબ ઠાકરેની બાયોપિકમાં નવાઝુદ્દિન સિદ્દીકી તેમનું કેરેક્ટર પ્લે કરશે.
  • 'ઠાકરે'નું ટીઝર થયું રીલિઝ, નવાઝમાં જોવા મળી બાલા સાહેબની ઝલક
    'ઠાકરે'નું ટીઝર થયું રીલિઝ, નવાઝમાં જોવા મળી બાલા સાહેબની ઝલક

    મુંબઈ : થોડા સમય પહેલા કન્ફર્મ થઈ ગયું કે બાલા સાહેબ ઠાકરેની બાયોપિકમાં નવાઝુદ્દિન સિદ્દીકી તેમનું કેરેક્ટર પ્લે કરશે. 23 જાન્યુઆરી 2019એ રીલિઝ થનારી 'ઠાકરે'નું ટીઝર મેકર્સે રીલિઝ કરી દીધુ છે. અમિતાભ બચ્ચનની હાજરીમાં ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતુ. આ ટીઝરની શરૂઆત મુંબઈના સ્લમ એરિયાને બતાવવામાં આવ્યો છે. તે પછી તેમાં વર્ષ 1993માં મુંબઈમાં થયેલા હુલ્લડને બતાવવામાં આવ્યો છે. અંતમાં બાલ ઠાકરે એટલે કે નવાઝુદ્દિન સિદીકીની ઝલક જોવા મળે છે, જેમાં તેને ઓળકવો ખૂબ જ મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે બાયોપિક Rauters Entertaiment દ્વારા બનાવવામાં આવી રહી છે. તેને પ્રોડ્યૂસ કરી છે શિવ સેના લિડર અને પ્રોડ્યૂસર સંજય રાઉતે. આ ફિલ્મને અભિજીત પેંસેએ ડિરેક્ટ કરી છે. આ પ્રસંગે નવાઝુદ્દિને સોશ્યિલ મીડિયા પર ટ્વિટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરતા લખ્યું દેશના 'રિયલ કિંગ'નું કેરેક્ટર પ્લે કરવું એ મારી માટે સન્માનની વાત છે. ઉલ્લેખનીય છે કે તેણે પોતાના કરિયરની શરૂઆત પ્રેસ જર્નલમાંથી એક કાર્ટુનિસ્ટ તરીકે કરી હતી. તે પછી તેમણે વર્ષ 1966માં પોતાની પોલિટિકલ પાર્ટીની સ્થાનપના કરી હતી.

No Comment
Add Your Comments
(Bollywood Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય ( Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Thackeray Will Releases On 23 January 2019
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood Buzz

Trending

Top