Home » Rajkot District » Gondal » ગોંડલમાં વિશ્વકમૉ જયંતી નિમિત્તે શોભાયાત્રા

ગોંડલમાં વિશ્વકમૉ જયંતી નિમિત્તે શોભાયાત્રા

ભાસ્કર ન્યૂઝ. ગોંડ | Feb 15, 2011, 04:05AM IST
ગોંડલમાં શ્યામવાડીમાં સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા બુધવારે તા. ૧૬ના રોજ વિશ્વકમૉ દાદાની જયંતી ઉજવાશે. પૂજન સવારે ૭:૩૦ વાગ્યે અને શોભાયાત્રા બપોરે ૨:૩૦ વાગ્યે નીકળશે. અને સાંજે ૬:૩૦ વાગ્યે મહાપ્રસાદ યોજાશે. શોભાયાત્રા મુખ્યમાર્ગો પર ફરશે જેમાં હજારો ભાવિકો જોડાશે. ભાવિકો જો કોઇ દાન કે આર્થિક સહાય આપવા ઇચ્છતા હોય તેમણે પ્રફુલભાઇ પોરિયા અથવા મહેન્દ્રભાઇ ચાવડા, ચીમનભાઇ માવદિયાનો સંપર્ક કરવા બિમલભાઇ જેઠવા તથા જીતેન્દ્રભાઇ પરમારની યાદીમાં જણાવ્યું છે.
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: ગોંડલમાં વિશ્વકમૉ જયંતી નિમિત્તે શોભાયાત્રા
(News in Gujarati from Divya Bhaskar)
Email Print
0
Comment