Home » Sex Important For Enjoy

સેક્સ માત્ર આનંદ માટે જ જરૂરી છે?

Dr Parash Shah, Kalash | Jun 20, 2010, 11:21AM IST
જાતીય સમાગમ જીવનનો સૌથી આનંદદાયક અનુભવ છે. સમાગમ એ માત્ર બે શરીરનું જ નહીં, પણ બે આત્માનું મિલન કહેવાય છે. સેક્સ એ માત્ર જાતીય ઇચ્છાઓની પૂર્તિ જ નથી. તેના બીજા પણ અનેક ફાયદા છે. વિવિધ જાતીય આસનો સ્ત્રી-પુરુષ બંનેને શારિરીક તેમ જ માનસિક રીતે તંદુરસ્ત અને આનંદિત રાખે છે. સમાગમના કેટલાક મહત્વના ફાયદા આ મુજબ છે.

હૃદયરોગનું જોખમ ઘટાડે છે : અઠવાડિયામાં ત્રણ કે વધુ વખત સમાગમ માણવાથી પુરુષોને હૃદયરોગના હુમલાનું જોખમ અડધું ઘટી જાય છે. સમાગમ અને મૃત્યુદરની નિયમિતતા વચ્ચે જણાયેલો સંબંધ જાહેર હિતનો છે.

સૂંઘવાની શક્તિ વધારે છે : સમાગમ બાદ પ્રોલેક્ટિન હોર્મોન વધારે ઉત્પન્ન થાય છે. જેથી મગજમાં રહેલા સ્ટેમસેલ સૂંઘવાની શક્તિના કેન્દ્ર મગજના ઓલ્ફેકટરી બલ્બમાં નવા મજજાતંતુઓ વિકસાવવા લાગે છે.

વજન ઘટાડી ફિટનેસ જાળવે છે : સમાગમ એક સારી કસરત છે. જોમપૂર્વક કરાતો સમાગમ લગભગ ૨૦૦ કેલરી બાળે છે. સમાગમની ક્રિયા દરમિયાન બિસ્ત, જાંઘ, નિતંબ, હાથ, ગળું અને છાતીના ભાગના સ્નાયુઓનું સંકોચન થાય છે. સમાગમથી ટેસ્ટોસ્ટેરોન પણ વધારે ઉત્પન્ન થવાથી હાડકા અને સ્નાયુઓ મજબૂત બને છે. હું તો એટલે સુધી કહીશ કે પથારી એ કસરત કરવાનું અત્યાર સુધી શોધાયેલું શ્રેષ્ઠ ઉપકરણ છે.

ઉદાસીનતા દૂર કરે છે : ૨૯૩ મહિલાઓના અભ્યાસ પરથી આમ જણાયું હતું. અહેવાલમાં લખ્યું છે કે જાતીય રીતે સક્રિય વ્યક્તિઓ, જેમના પુરુષ સાથીઓ કોન્ડોમનો ઉપયોગ નહોતા કરતા, તેમનામાં કોન્ડોમનો ઉપયોગ કરતા પુરુષો કરતાં ઓછી ઉદાસીનતા જોવા મળી હતી. આનું કારણ છે, પ્રોસ્ટોગ્લેન્ડિન. માત્ર વીર્યમાં જોવા મળતો હોર્મોન, જે સ્ત્રીના જનનેિન્દ્રયમાં ચૂસાઇ જતો હોવો જોઇએ. જેનાથી ફીમેલ હોર્મોનનું નિયમન થતું હશે.

પીડામાં રાહત આપે છે : કામાવેશની પરાકાષ્ઠા પહેલાં તરત જ ઓક્સિટોસિન હોર્મોનનું સ્તર સામાન્યથી પાંચ ગણું વધી જાય છે. આના લીધે એન્ડોફીgન્સ છુટા પડે છે, જે માથાનો દુખાવો, સંધિવા અને આધાશીશી જેવી પીડાઓ પણ ઓછી કરી દે છે. મહિલાઓમાં સેક્સથી એસ્ટ્રોજનનું ઉત્પાદન થાય છે જે પીએમએસની પીડા ઘટાડી શકે છે.

શરદી અને ફ્લૂની સમસ્યા ઘટાડે છે : અઠવાડિયામાં એક-બે વખત સેક્સ માણનારી વ્યક્તિમાં ઇમ્યુનોગ્લોબુલિન નામની રોગપ્રતિકારક શક્તિનું ૩૦ ટકા જેટલું ઊંચું સ્તર જોવા મળ્યું છે.

સારા અને સ્વચ્છ દાંત : સેમિનલ પ્લાઝમામાં ઝિંક, કેલ્શિયમ અને ખનીજ તત્વો હોય છે જે દાંત સડવાની પ્રક્રિયાને મંદ બનાવે છે. સમાગમ પહેલાં અને પછી દાંત સાફ કરવા જોઇએ, જેથી મોંનું આરોગ્ય સારું રહેશે.

પ્રોસ્ટેટનું જોખમ ઓછું : વીર્યસ્રાવ અને પ્રોસ્ટેટના કેન્સરની ઇન્ફ્રીકવન્સી વચ્ચે કોઇ સંબંધ હોય તેવું લાગે છે. વીર્યસ્રાવ થવા માટે પ્રોસ્ટેટ અને વીર્ય કોથળી લોહી પાસેથી ઝિંક, સાઇટ્રિક એસિડ અને પોટેશિયમ જેવા કેટલાક પદાર્થો લઇને તેની તીવ્રતા ૬૦૦ ગણા સુધી વધારે છે. આ કાર્સિનોજેન્સ સમસ્યા ઊભી કરે તેના બદલે તે બહાર કાઢી દેવા યોગ્ય છે.નિયમિત સેક્સ કરવાથી આમ થઇ શકે છે.

dr9824063332@in.com

* રોજ પાંચ વાર સેક્સ કરું છું અને..
* પતિ કહેતો, બીજા સાથે સેક્સ કરો!
* ‘ટેબલ સાથે બાંધી ગ્રુપ સેક્સ કરાવતો’
* મારી સાથે સેક્સ કરો, તમારી સજા માફ !!!
* પુત્રી સાથે સેક્સ કરનાર પિતાને કેદ
* સેક્સ સબંધિત ગેરમાન્યતાઓ
* સેક્સ ટિપ્સ
* વેનમાં મોબાઈલ સેક્સ સેવા!
* સેક્સ ટોય વાપરો અને વધારે ગોલ કરો !!!
* ‘બસ સેક્સ જ માણ્યા કરો ’
* ઊંઘ, સેક્સ અને ભૂખ વાત USB ડ્રાઇવની છે
* ઘોડા-ગધેડા સાથે સેક્સ બદલ સજા
* સુપરમોડલના 10 સુપર સેક્સ ટિપ્સ
Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Sex important for enjoy
(News in Gujarati from Divya Bhaskar)
Email Print
0
Comment