Home »TV »Latest Masala» Jamai Raja Actor Sandit Tiwari Secretly Married

13 વાર ઓન સ્ક્રિન પરણી ચૂક્યો છે આ TV એક્ટર, હવે GF સાથે કર્યા સિક્રેટ લગ્ન

divyabhaskar.com | May 19, 2017, 10:50 AM IST

  • લગ્ન સમયે સંદિત તિવારી અને પ્રિયંકોના
મુંબઈઃ ટીવી શો 'જમાઈ રાજા'(2014-2017)માં રવિ દુબેના મિત્રનો રોલ કરનારા સંદિત તિવારીએ સિક્રેટ લગ્ન કરી લીધા છે. તાજેતરમાં એક લીડીંગ વેબસાઈટે દાવો કર્યો છે કે, સંદિતે પ્રિયંકોના દાસ સાથે 8 મે 2017ના રોજ લગ્ન કર્યા હતા. આ પ્રાઈવેટ સેરેમનીમાં માત્ર નિકટના લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકોના ઈન્ડસ્ટ્રીમાંથી નથી, તે એક સોફ્ટવેર પ્રોફેશનલ છે. 13વાર ઓન સ્ક્રિન લગ્ન કરી ચૂક્યો છે સંદિત
 
- સંદિતે તાજેતરમાં એક લીડિંગ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, "જ્યારે અમે કોર્પોરેટ ફર્મમાં કામ કરી રહ્યા હતા ત્યારથી હું પ્રિયંકોનાને પ્રેમ કરું છું. 6 વર્ષના ડેટિંગ બાદ અમે લગ્ન કર્યા છે. હું 13વાર ઓનસ્ક્રીન લગ્ન કરી ચૂક્યો છું. ત્યાર બાદ હવે રિયલ લાઈફમાં લગ્ન કર્યા છે"
- સંદિત અને પ્રિયંકોના છેલ્લા 6 વર્ષથી રિલેશનશીપમાં હતા. આ કપલે ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં સગાઈ કરી હતી. ત્યાર બાદ 8 મેના રોજ બન્નેએ લગ્ન કરી લીધા.
- પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાને લઈ સંદિત જણાવે છે કે, "હું ખૂબ જ શરમાળ છું, અને મારી પોતાની પર્સનલ લાઈફને સિક્રેટ રાખવામાં માનું છું"
- સંદિત ચંદીગઢનો છે અને પ્રિયંકોના બંગાળી છે. બન્નેના લગ્ન બંગાળી અને હિન્દુ રીવાજ મુજબ થયા છે.
- સંદિત 'જમાઈ રાજા' સિવાય 'બીંદ બનૂંગા ઘોડી ચઢૂંગા'(2011), 'મૈં અજ્જી ઔર સાહિબ'(2012), 'ફિયર ફાઈલ્સ'(2013), 'અનામિકા'(2013), 'મહિસાગર'(2013-14)જેવા શોઝમાં પણ કામ કરી ચૂક્યો છે.
- સંદિત હાલ ટીવી શો 'નયા મહિસાગર'(2016)માં જોવા મળી રહ્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં સંદિત અને પ્રિયંકોનાના લગ્નના વધુ ફોટોઝ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jamai Raja Actor Sandit Tiwari Secretly Married
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended