Home »TV »Latest Masala» Tv Actor Yogesh Tripathi Is A Bsc With Mathematics

એક સમયે 12 કલાક સુધી ઓડિશનની લાઈનમાં ઉભો'તો 'હપ્પૂ સિંહ', આમ બન્યો એક્ટર

Kiran Jain | Jul 17, 2017, 00:05 AM IST

  • યોગેશ ત્રિપાઠી
મુંબઈઃ 'ભાભીજી ઘર પર હૈં'માં હપ્પુ સિંહનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલો યોગેશ ત્રિપાઠી સીરિયલમાં પોલીસના પાત્રથી ચાહકોમાં લોકપ્રિય બન્યો છે. હવે તો યોગેશ લાખોમાં કમાણી કરે છે પરંતુ એક સમય હતો જ્યારે 30 સેકન્ડની જાહેરાતમાં નાનકડાં રોલ માટે હપ્પુ સિંહ પ્રોડક્શન ઓફિસના ધક્કાઓ ખાતો હતો અને ભીખ માંગતો હતો. બે વર્ષ સુધી સંઘર્ષ કર્યાં બાદ 2007માં યોગેશને ક્લોરમિન્ટની જાહેરાત મળી અને તે એકદમ હિટ ગઈ હતી. આ એડમાં તેણે કબડ્ડી પ્લેયરનો રોલ કર્યો હતો. ત્યારબાદ યોગેશે 67થી પણ વધુ જાહેરાતમાં કામ કર્યું છે. 

ચાર વર્ષ કર્યું હતું થિયેટરઃ
divyabhaskar.com સાથેની વાતચીતમાં હપ્પુ સિંહે પોતાના સંઘર્ષના દિવસોની વાતો યાદ કરી હતી. યોગેશે કહ્યું હતું કે લખનઉમાં ચાર વર્ષ સુધી થિયેટરમાં કામ કર્યાં બાદ તે 2005માં મોટા સપનાઓ સાથે મુંબઈ આવ્યો હતો. અહીંયા તેનું કોઈ ગોડફાધર નહોતું પરંતુ તેને પોતાની જાત પર અતૂટ વિશ્વાસ હતો. જોકે, તેના નસીબમાં કંઈક અલગ જ લખાયું હતું. બે વર્ષ સુધી મુંબઈમાં નાનકડા રોલ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે આ બે વર્ષ દરમિયાન સતત ઓડિશન જ આપ્યા છે. તે સવારથી 10 વાગ્યાનો નીકળઈ જતો. 12 કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યાં બાદ તેનો વારો આવતો. જોકે, તેને ક્યારેય હકારાત્મક પ્રતિભાવ મળ્યો નહોતો. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, હપ્પુ સિંહે કેવી રીતે કર્યો હતો સંઘર્ષ....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: tv actor yogesh tripathi is a bsc with mathematics
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended