Home »TV »Latest Masala» Shweta Toured With Her Daughter Palak And Son Reyansh

સાડા ચાર મહિનાનો નાનકડો રેયાંશ મોમ 'પ્રેરણા' સાથે નીકળ્યો વેકેશન પર

divyabhaskar.com | Apr 17, 2017, 14:00 PM IST

મુંબઈઃટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી'માં પ્રેરણા રોલ કરીને જાણીતી બનેલી શ્વેતા તિવારીએ હાલમાં જ પોતાના ચાર મહિનાના રેયાંશ સાથેની તસવીર શૅર કરી હતી. રેયાંશ મોમ શ્વેતા સાથે પહેલી જ વાર બહાર ફરવા નીકળ્યો હતો. શ્વેતા પોતાના પુત્ર તથા પુત્રી પલક સાથે દિલ્હી જતી હતી. ઉલ્લેખનીય છે કે શ્વેતાએ 27 નવેમ્બર, 2016ના રોજ પુત્ર રેયાંશને જન્મ આપ્યો હતો. રેયાંશ, શ્વેતાના બીજા પતિનો પુત્ર છે. 

રેયાંશના ફોટો અવાર-નવાર કરે છે શૅરઃ
શ્વેતા તિવારી અવાર-નવાર પુત્ર રેયાંશની તસવીરો સોશ્યિલ મીડિયામાં શૅર કરતી હોય છે.

21 વર્ષે બની હતી પહેલીવાર મા
શ્વેતા 21 વર્ષની ઉંમરમાં પહેલીવાર મા બની હતી. શ્વેતા તિવારીના પહેલાં લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતાં. તેને રાજા ચૌધરી દ્વારા 16 વર્ષની દીકરી પલક છે. 2007માં શ્વેતા અને રાજા 9 વર્ષના સંબંધોનો અંત લાવી સેપરેટ થયા હતાં. ડિવોર્સ 6 વર્ષ બાદ 2013માં શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, શ્વેતા-અભિનવની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shweta toured with her daughter palak and son reyansh
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended