Home »TV »Latest Masala» Vidhika Nagpal Looked Stunning In Stylish Outfit

બિકીનીમાં આ TV Actressની દીકરીએ મચાવી ધમાલ

divyabhaskar.com | Jul 16, 2017, 17:27 PM IST

મુંબઇઃ 'બિગ બોસ' ફેમ એક્ટ્રેસ દીપશિખા નાગપાલની જેમ તેની દીકરી વિધિકા નાગપાલ પણ ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે. વિધિકાની ફેસબુક પ્રોફાઇલ મુજબ તેણે મુંબઇની Cathrdral વિદ્યા સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. સોશ્યિલ મીડિયા પર એક્ટિવ વિધિકા વારંવાર પોતાના ગ્લેમરસ ફોટોઝ શૅર કરતી રહે છે. દીપશિખા પણ વિધિકા સાથે અનેકવાર સ્ટનિંગ ફોટોઝ પોસ્ટ કરી ચૂકી છે.
 
દીપશિખાના પહેલા પતિની દીકરી છે વિધિકા
-1997માં દીપશિખાના લગ્ન જીત ઉપેન્દ્ર સાથે થયા હતાં. આ જોડીને બે બાળકો છે. દીકરી વિધિકા અને દીકરો વિહાન. 10 વર્ષ પછી એટલે કે 2007માં તેમના ડિવોર્સ થયા હતાં.
-2012માં કેશવ અરોરા સાથે બીજા લગ્ન કર્યા હતાં. માર્ચ 2016માં દીપશિખાએ કેશવ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.
-દીપશિખાએ પોલીસમાં કેશવ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે કેશવ તેની પાસે આવ્યો અને રૂપિયાની માંગ કરી હતી. પરંતુ જ્યારે કેશવે રૂપિયા આપવાની ના પાડી તો તેણે એ રીતે ઢોરમાર માર્યો હતો કે તે બોલી શકતી ના હતી. આ પછી તેણે ડિવોર્સનું પણ કહ્યું હતું.
-જોકે, થોડા મહિના અલગ રહ્યા પછી નવેમ્બરમાં તેમનું પેચઅપ થયું અને દીપશિખા કેશવ પાસે ફરી આવી હતી.
 
કોણ છે દીપશિખા?
-'બિગ બોસ 8'માં જોવા મળેલી દીપશિખાએ 'કોયલા' (1997), 'બાદશાહ' (1999), 'રિશ્તે' (2002), 'પાર્ટનર' (2007) અને 'ગાંધી ટૂ હિટલર' (2011) જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે.
-જોકે, લીડ રોલમાં તે પહેલીવાર 'દૂરિયાં' ફિલ્મમાં જોવા મળી હતી. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મની ડિરેક્ટર, પ્રોડ્યુસર અને લીડ એક્ટ્રેસ દીપશિખા જ હતી.
-દીપશિખાનો બીજો પતિ કેશવ મોડલ અને એક્ટર છે. તેણે પણ 'દૂરિયાં'માં કામ કર્યું છે.
-દીપશિખા અને કેશવ 2013માં સ્ટારપ્લસના ડાન્સિંગ રિયાલિટી શો 'નચ બલિએ'માં ભાગ લીધો હતો. જોકે, તેઓ એલિમિનેટેડ થયા હતાં.
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, વિધિકાની ખાસ તસવીરો.....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: vidhika nagpal looked stunning in stylish outfit
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended