Home »TV »Latest Masala» Indian Cricketer Virat Kohli Angry During Football Match

જ્યારે ગુસ્સામાં આવી વિરાટ કોહલીએ ફાડી નાખ્યો હતો શર્ટ, આ એક્ટરે કર્યો ખુલાસો

divyabhaskar.com | Apr 17, 2017, 16:06 PM IST

  • વિરાટ કોહલીની ફાઈલ તસવીર (ઈન્સેટમાં સમર્થ શાંડિલ્ય)
મુંબઈઃ ટીવી એક્ટર સમર્થ શાંડિલ્ય 'સદા હક', 'સાવધાન ઈન્ડિયા' જેવા શોથી જાણીતો બન્યો છે. 2015માં સમર્થે બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર સાથે ફિલ્મ 'સબકી બજેગી બેન્ડ'માં કામ કર્યું હતું. તાજેતરમાં જ સમર્થે સ્કૂલના દિવસોમાં ફૂટબોલ મેચ દરમિયાન વિરાટ કોહલીએ કેવી રીતે તેનો શર્ટ ફાડી નાખ્યો હતો, તે અંગે વાત કરી હતી.

નવમા ધોરણમાં હતાં સાથેઃ
એક જાણીતા અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં સમર્થ શાંડિલ્યે કહ્યું હતું કે દિલ્હીની કેમ્બ્રીજ સ્કૂલમાં ઈન્ટર-સ્કૂલ કોમ્પિટિશન દરમિયાન નવમા ધોરણના વિદ્યાર્થીઓની ફૂટબોલ મેચ હતી. ફૂટબોલ મેચમાં ઘણાં પ્લેયર્સ હતાં. તેમાં વિરાટ કોહલી પણ હતો.

ગુસ્સામાં વિરાટે ફાડી નાખ્યો શર્ટઃ
મેચ દમરિયાન એક તબક્કે વિરાટ કોહલીએ ગુસ્સામાં આવીને સમર્થનો શર્ટ પાછળથી ખેંચ્યો હતો. જ્યારે સમર્થે વિરાટને પૂછ્યું કે તે શું કરે છે, તો વિરાટે જોરથી શર્ટ ખેંચ્યો હતો અને ફાડી નાખ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે તે આમ કરતો હતો. બંનેને મેચ દરમિયાન રેડ કાર્ડ આપવામા આવ્યું હતું. 

એક વર્ષ પહેલાં મળ્યાં હતાં એડના શૂટિંગ સમયેઃ
સમર્થે કહ્યું હતું કે એક વર્ષ પહેલાં તે બાઈકની જાહેરાતના શૂટિંગ સમયે વિરાટ કોહલી તેની સાથે હતો. વિરાટ કોહલી તેને તરત જ ઓળખી ગયો હતો. વિરાટે તેને તરત જ પૂછ્યું હતું કે તેણે ફૂટબોલ રમવાનું બંધ કરી દીધું? આજકાલ શું કરે છે. તો સમર્થે જવાબ આપ્યો હતો કે તેણે હાલમાં જ એક ફિલ્મ પૂરી કરી છે. 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: indian cricketer virat kohli angry during football match
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended