Home »TV »Latest Masala» Rakesh Bedi Daughter Ridhima Bedi Debut In Music Video

આ છે 'દિલરૂબા'ની Stylish દીકરી, જોવા મળે છે આવી દિલકશ અદામાં

divyabhaskar.com | Jul 16, 2017, 00:03 AM IST

મુંબઈઃ ટીવી સીરિયલ 'શ્રીમાન-શ્રીમતી'માં દિલરૂબાનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલો રાકેશ ભેદી આજકાલ 'ભાભીજી ઘર પર હૈં'માં અંગૂરી ભાભીના પિતાના રોલમાં જોવા મળે છે. ચર્ચા છે કે દિલરૂબાની દીકરી રિદ્ધિમા બેદી એક્ટિંગ ડેબ્યૂ કરવાની છે.

મ્યૂઝિવ વીડિયોથી કરશે ડેબ્યૂઃ
રિદ્ધિમા પોતાની એક્ટિંગ ડેબ્યૂ મ્યૂઝિક વીડિયો 'તેરી કહાનીયાં'થી કરવાની છે. આ સોંગમાં રિદ્ધિમાની સાથે ટ્રોઈડીન ગોમ્સ તથા આરિફ સઈદ છે. રિદ્ધિમા લાંબા સમયથી ડેબ્યૂ કરવાનું વિચારતી હતી પરંતુ હવે તેને યોગ્ય પ્રોજેક્ટ મળ્યો છે. આ મ્યૂઝિક વીડિયોનું ડિરેક્શન મનિષ નિરવાલ કરી રહ્યાં છે. ગીતના લિરિક્સ રાઘવ દત્તે લખ્યા છે. 

સોશ્યિલ મીડિયા પર એક્ટિવઃ
રિદ્ધિમા સોશ્યિલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર સોશ્યિલ મીડિયામાં પોતાના સ્ટાઈલિશ ફોટો પોસ્ટ કરતી રહે છે. રિદ્ધિમાને સેલ્ફીનો ઘણો જ શોખ છે. સોશ્યિલ મીડિયામાં તેને સેલ્ફી ફોટોઝ જોવા મળે છે.

આ શોમાં જોવા મળ્યો હતો રાકેશ બેદી
રાકેશે 'યે જો હૈં જિંદગી'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. જોકે, 1994માં આવેલી ટીવી સીરિયલ 'શ્રીમાન-શ્રીમતી'થી લોકપ્રિય થયો હતો. ત્યારબાદ રાકેશે 'રાહત', 'હમ સબ એક હૈં', 'યસ બોસ', 'ગુબ્બારે', 'એફઆઈઆર', 'શુભ વિવાહ', 'કૂબૂલ હૈં', 'ખિડકી', 'યારો કા ટશન' જેવા શોમાં કામ કર્યું છે. 
 
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, રિદ્ધિમા બેદીની ગ્લેમરસ તસવીરો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rakesh bedi daughter ridhima bedi debut in music video
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended