Home »TV »Latest Masala» Avinash Sachdev And Shalmalee Desais Marriage On The Rocks

'ભાભી' સાથે પરણનારા આ TV એક્ટરનું લગ્ન જીવન ભંગાણના આરે

divyabhaskar.com | Jul 17, 2017, 11:36 AM IST

  • અવિનાશ સચદેવ અને શાલમલી દેસાઈ
મુંબઈઃ 'છોટી બહુ' અને 'ઈસ પ્યાર કો ક્યા નામ દૂ' જેવા શો કરી ચૂકેલા અવિનાશ સચદેવે અને શલમાલી દેસાઈનું લગ્ન જીવન તૂટવાના આરે છે. એક જાણીતી વેબસાઈટના રિપોર્ટ્સ મુજબ, બન્ને વચ્ચેના સંબંધો બગડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે, અવિનાશની અય્યાશીને લઈ શલમાલી તેનાથી નારાજ છે. આ સિવાય અવિનાશ શલમાલીનો વિશ્વાસ પણ ગુમાવી ચૂક્યો છે. તેમજ બન્ને વચ્ચે ગરમા ગરમી થયા બાદ ગાળાગાળી થઈ હોવાની વાતો પણ સામે આવી છે. તો બીજી તરફ આ વાતોને રદીયો આપતા અવિનાશે કહ્યું કે, અમારી વચ્ચે સમસ્યા જરૂર છે, પણ ટૂંક સમયમાં તેનો ઉકેલ કરી લઈશ. હું પત્નીને મારું કે તેની સાથે ઝઘડું એવો નથી. 
 
ડિવોર્સ લેવાનું વિચારી રહી છે શલમાલી
 
-મીડિયા રિપોર્ટ્સ મુજબ, બન્નેના અલગ થવાના ચોક્કસ કારણ અંગે તો કંઈ કહી શકાય નહીં, પણ શલમાલી હવે અવિનાશને ડિવોર્સ આપવાનું વિચારી રહી છે.
- રિપોર્ટ્સ મુજબ, જ્યારે આ અંગે અવિનાશને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું-એવું કંઈ નથી. ત્યાર બાદ શલમાલી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેનો ફોન છેલ્લા ઘણા દિવસોથી સ્વિચ્ડ ઓફ આવી રહ્યો છે.
-ઉલ્લેખનીય છે, 'ઈસ પ્યાર કો ક્યા નામ દૂ-2'માં બન્નેએ દિયર-ભાભીનો રોલ કર્યો હતો. અવિનાશે શ્લોકનો તો શલમાલીએ સોજલનો રોલ કર્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં શલમાલી અને અવિનાશના લગ્ન તથા કરિયર અંગેની વાતો
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: avinash sachdev and Shalmalee Desais marriage on the rocks
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended