Home »TV »Latest Masala» This Actress Famous And Did Comedy Show In Early

હે માતાજી! તો શું હવે જોવા મળશે નવા દયાભાભી, જાણો કોણ છે આ અ'વાદી?

divyabhaskar.com | Jun 22, 2017, 18:19 PM IST

મુંબઈઃ 'તારક મહેતા...'માં દયાભાભી બનતી દિશા વાકાણી પ્રેગ્નન્ટ છે. હાલમાં દિશા વાકાણીને ત્રીજો મહિનો જાય છે અને તે સંપૂર્ણ આરામ કરે છે. થોડા સમયથી સોશ્યિલ મીડિયામાં એ વાત વાયરલ બની છે કે દિશા વાકાણી આ શો છોડી દેવાની છે અને તેને બદલે નવી દયા આવવાની છે.

કોણ કરશે દયાભાભીનો રોલઃ
સોશ્યિલ મીડિયામાં એ ન્યૂઝ વાયરલ બન્યા છે કે દિશા વાકાણી આ શો છોડી દેશે અને તેને સ્થાને જીયા માણેક આવશે. જીયા માણેક 'સાથ નિભાના સાથ'માં ગોપીવહુનો રોલ કરીને જાણીતી બની હતી. જોકે, એવી પણ ચર્ચા થઈ રહી છે કે દિશા વાકાણી આ શો છોડવાની નથી. 

કોણ છે જીયા માણેકઃ
18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં જન્મેલી જીયા માણેક મુંબઈમાં મોટી થઈ છે. જીયાને પહેલેથી જ અભિનેત્રી બનવું હતું. તેણે ઓડિશન આપવાના શરૂ કર્યાં હતાં. અંતે જીયાની મહેનત રંગ લાવી હતી. જીયાએ હિંદી ફિલ્મ 'ના ઘર કે ના ઘાટ કે'માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં નીના ગુપ્તા અને ઓમપુરી તથા પરેશ રાવલે કામ કર્યું હતું. આ ફિલ્મમાં જીયાની કોઈ જ નોંધ લેવાઈ નહોતી. જીયાએ રિયાલિટી શો 'ઝલક દિખલાજા'માં ભાગ લીધો હતો. આ વાતને કારણે તેને 'સાથિયા સાથ નિભાના'માંથી હાંકી કાઢવામાં આવી હતી. જીયાએ 'જીની ઔર જૂજૂ'માં કામ કર્યું હતું. આ સીરિયલમાં તેની સાથે અલી અસગર હતો.

લેશે મેટરનીટી બ્રેકઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશા વાકાણી મેટરનીટી બ્રેક લેવાની છે. તે છેલ્લાં બે મહિનાથી શૂટ પર આવતી નથી. હવે તે મેટરનીટી લિવ પર જવાની છે. દિશાએ પોતાના શોના મેકર્સ સાથે આ અંગે ચર્ચા કરી લીધી છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, મેકર્સ નથી ઈચ્છતા દિશાને રિપ્લેસ કરવા....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: this actress famous and did comedy show in early
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended