Home »TV »Latest Masala» 90s Chandrakanta Fame Actor Shahbaz Khan Worked In Bar

BARમાં કામ કરતો હતો 'ચંદ્રકાંતા'નો આ Actor, રાતોરાત બન્યો'તો Star

divyabhaskar.com | Jun 15, 2017, 16:18 PM IST

  • શાહબાઝ ખાન હાલ ટીવી અને ફિલ્મ્સમાં ઓછો જોવા મળે છે
મુંબઇઃ જ્યારે પણ વાત કરવામાં આવે 90'sની તો તેમાં સીરિયલ 'ચંદ્રકાંતા'નું નામ પહેલા આવે છે. આ મેગાબજેટ સીરિયલના અનેક કેરેક્ટર્સ આજે પણ લોકોને યાદ છે. ચંદ્રકાંતા સહિતના અનેક કેરેક્ટર્સ લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતાં. આ સીરિયલથી કુંવર વિરેન્દ્ર વિક્રમ સિંહનો રોલ કરનાર શાહબાઝ ખાન પણ લોકોમાં ખૂબ ફેમસ થયો હતો. જોકે, એક્ટિંગમાં આવતા પહેલા શાહબાઝ ખાન બારમાં કામ કરતો હતો.
 
કરિયરમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ 'ચંદ્રકાંતા'
-'ચંદ્રકાંતા' 90ના દશકની સૌથી ફેમસ સીરિયલ હતી. આ સીરિયલમાં કામ કરનાર શાહબાઝ ખાનને પણ રાતોરાત સ્ટારડમ મળ્યું હતું.
-આ શો પછી શાહબાઝ ખાન પાસે ટીવી શો અને ફિલ્મ્સની અનેક ઓફર્સ આવી હતી. ચંદ્રકાંતા પહેલા પણ શાહબાઝે એક-બે ફિલ્મ્સમાં કામ કર્યું હતું પરંતુ તેનાથી શાહબાઝને ખાસ ઓળખ મળી નહોતી.
-'ચંદ્રકાંતા' સીરિયલ શાહબાઝના એક્ટિંગ કરિયરમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી.
 
એક્ટિંગમાં આવતા પહેલા બારમાં કરતો હતો કામ
-શાહબાઝ ખાન મૂળ ઇન્દોરનો છે. ફિલ્મ અને ટેલિવિઝનની દુનિયામાં આવતા પહેલા શાહબાઝ ખાન એક લોકલ બારમાં કામ કરતો હતો.
-શાહબાઝ ફેમસ ક્લાસિકલ સિંગર ઉસ્તાદ આમિર ખાનનો દીકરો છે. પરંતુ ઘરમાં પરિસ્થિતિ એવી સર્જાઇ કે તેને એક લોકલ બારમાં કામ કરવા માટે મજબૂર થવું પડ્યું હતું.
 
બનવા ઇચ્છતો હતો ચાર્ટડ એકાઉન્ટ
-શાહબાઝ એક્ટિંગની દુનિયામાં તો અચાનક જ આવી ગયો હતો. પહેલા તે ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવા ઇચ્છતો હતો અને આ માટે તેણે તૈયારી પણ શરૂ કરી હતી.
-શરૂઆતના વર્ષોમાં શાહબાઝને સંઘર્ષ કરવો પડ્યો પરંતુ તેનો ફાયદો 'ચંદ્રકાંતા'માં મળ્યો હતો.
-શાહબાઝ ખાને રૂહાના સાથે લગ્ન કર્યા છે અને તેને બે દીકરીઓ શાહના અને શનાયા છે.
 
અનેક સુપરસ્ટાર્સ સાથે કર્યું છે કામ
-આ પછી શાહબાઝે અત્યાર સુધીમાં અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. પોતાના કરિયરમાં શાહબાઝ ખાને અમિતાભ બચ્ચનથી લઇને રીતિક રોશન, અક્ષય કુમાર, અજય દેવગન સહિત અનેક સ્ટાર્સ સાથે કામ કર્યું છે.
-શાહબાઝે અત્યાર સુધીમાં 'બેતાલ પચ્ચિસી' (1997), 'યુગ'(1997), 'નાગિન'(2007), 'સીઆઇડી' (2006), 'સાત ફેરે'(2005), 'ટીપુ સુલતાન'(1989), 'ધ ગ્રેટ મરાઠા'(1994), 'વિકરાલ ઔર મયકાલ'(2002-2004), 'આહટ' (2010) વગેરે સીરિયલ્સમાં કામ કર્યું છે. જોકે, હાલ શાહબાઝ ફિલ્મ્સ અને ટેલિવિઝનમાં ઓછો જોવા મળે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ શાહબાઝ ખાનના અન્ય Photos....
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 90s Chandrakanta Fame Actor Shahbaz khan worked in bar
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended