Home »TV »Latest Masala» Kbc Wiinner Amita Singh Seeks Pm Interference In Her Transfer Case

KBCમાં 50 લાખ જીતનારી આ મહિલાએ ન્યાય માટે PMને કેમ લખ્યો લેટર

divyabhaskar.com | Jul 15, 2017, 00:04 AM IST

  • કેબીસી દરમિયાન અમિતાભ બચ્ચન સાથે અમિતાસિંહ
ભોપાલઃમામલતદાર અમિતાસિંહ તોમરની 14 વર્ષની નોકરીમાં 25 બદલીઓ થઈ ચૂકી છે. તેમણે 9 જિલ્લા અને 25 તાલુકાઓમાં કામગીરી કરી છે. તેમાં પણ તાજેતરમાં તેની બ્યાવરાથી 800 કિલો મીટર દૂર બદલી થતા તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમણે આ બદલીને લઈ વડાપ્રધાન મોદીને પત્ર લખી અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને ટ્વિટ કરી ન્યાયની માગ કરી છે. અમિતા કેબીસીમાં 50 લાખ રૂપિયા જીતી ચૂકી છે. શું છે મામલો
 
divyabhaskar.com સાથેની વાતચીત દરમિયાન અમિતાસિંહે જણાવ્યું કે, એક સમયે તેને કેબીસીની મેડમ નામથી બોલાવવામાં આવતી હતી. પરંતુ હવે તેને બદલી વાળી મેડમ કહી મજાક ઉડાવવામાં આવે છે. તે આગળ કહે છે કે, અમુક પહોંચેલા લોકોનો ગેરકાયદેસરનો કબ્જો હટાવવા પર મારી સીધી બદલી કરવામાં આવી છે. જ્યારે મેં ગ્વાલિયર જિલ્લામાં બદલી માગી હતી.
 
દર વર્ષે એવોર્ડ મળે છે, શું સારું કામ કરવું ગુનો છે
 
તમે વડાપ્રધાનને કેમ પત્ર લખ્યો?
- એકવર્ષમાં ફરીવાર બદલી. 9 જિલ્લાના 25 તાલુકાઓમાં રહી છું. કોઈ કારણ તો હોવું જોઈએ.
 
બદલી પાછળનું શું કારણ લાગે છે?
-કારણ ખબર હોય તો બદલી ના રોકાવી લેત. સિંહસ્થમાં બે પુરસ્કાર મળ્યા. દર વર્ષે પુરસ્કાર મળી રહ્યા છે. 120 ટકા મહેસૂલ વસૂલી કરી. સારું કામ કરવું ગુનો છે?
શું તમને સંઘ-ભાજપ સાથે જોડાયેલા નેતાઓના કબ્જાઓ ખાલી કરાવવાથી હટાવ્યા છે?
- બ્યાવરમાં ગણેશ મંદિરની જમીન પર બે માળનું ગેરકાયદેસર મકાન બની રહ્યું હતું. હાઈકોર્ટના આદેશ પાલનનીમ 15 દિવસ પહેલા કબ્જો હટાવડાવ્યો. એબી રોડ પર ઉપાધ્યાય પરિવારનું ગેરકાયદેસર નિર્માણ 15 દિવસ પહેલા જ તોડી નાંખ્યું. આ લોકો પહોંચેલા છે, ભાજપ સાથે જોડાયેલા છે. મને બદલીની ધમકી આપી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો અમિતાસિંહના વિવાદો અને ફેમિલી અંગેની વાતો
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kbc wiinner amita singh seeks pm interference in her transfer case
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended