Home »TV »Latest Masala» TMKOC Fame Sonu Aka Nidhi Bhanushali Birthday, Bhavya Gandhi Wished Her

'ટપુડા'એ Bestyને કેમ કહ્યું, ''I hate you'', એક સમયે તોફાન-મસ્તીના હતાં સાથીદારો

divyabhaskar.com | Mar 19, 2017, 13:50 PM IST

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ બનતી નિધી ભાણુશાલીનો 16 માર્ચના રોજ જન્મદિવસ છે. જૂનો ટપુ એટલેકે ભવ્ય ગાંધીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં નિધી ભાનુશાલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આટલું જ નહીં ભવ્ય ગાંધીએ ફોટો પોસ્ટ કરીને લખ્યું છે, ''i hate you! happy birthday.'' ભવ્ય ગાંધીએ આ રીતની પોસ્ટ લખતાં જ તેના ફોલોઅર્સે તેને સવાલ કર્યો હતો કે તે નિધીને નફરત કરે છે કે શું???

શું કરે છે નિધીઃ
નિધી મૂળ કચ્છની છે પણ તેનો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયો છે. નિધી હાલમાં 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. તે એકદમ ક્રેઝી છે. તેને તૈયાર થવું ઘણું જ ગમે છે. તેને સંગીત, ભરત નાટ્યમ, પેઈન્ટિંગ ગમે છે. ટૂંકમાં નિધી પોતાને ઓલ-રાઈન્ડર માને છે. 

કેવી રીતે મળ્યો રોલઃ
નિધીએ ક્યારેય અભિનયમાં જવાનો વિચાર કર્યો નહોતો. જોકે, તેની મોમે તેના કેટલાંક ફોટોઝ નીલા ટેલિફિલ્મ્સમાં મોકલાવ્યા હતાં. તે સમયે નીલા ટેલિફિલ્મ્સ સોનુના રોલ માટે નવી છોકરી શોધી રહ્યાં હતાં. તેણે ઓડિશન આપ્યું અને ચાર દિવસ પછી તેની પસંદગી થઈ ગઈ હોવાનો ફોન આવ્યો હતો.

જૂની સોનુ(ઝીલ મેહતા) સાથેની તુલના નહોતી પસંદઃ
શરૂઆતમાં નિધીની તુલના જૂની સોનુ(ઝીલ મહેતા) સાથે કરવામાં આવતી હતી. આ બાબત નિધીને બિલકુલ પસંદ નહોતી. તેના મતે, તમામ વ્યક્તિઓનું અલગ વ્યક્તિત્વ હોય છે અને તેથી જ કોઈની સાથે તુલના થાય તે યોગ્ય નથી. 

શરૂઆતમાં દર્શકો નહોતા સ્વીકારી શકયાઃ
નિધીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે શરૂઆતમાં તેને દર્શકો સોનુ તરીકે સ્વીકારી શક્યા નહોતાં. તેને તે સમયે ઘણી જ મુશ્કેલી નડી હતી. જોકે, થોડાં સમય બાદ તેને ચાહકોએ સોનુ તરીકે સ્વીકારી લીધી હતું. 

સેટ પર હોય છે મસ્તીનું વાતાવરણઃ
નિધીએ કહ્યું હતું કે સેટ પર કમાલનું વાતાવરણ જોવા મળે છે. સેટ પર તે મસ્તી ધમાલ કરતી હોય છે. સેટ પર દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરતી હોય છે. ખાસ કરીને દિલીપસર સહિતના સીનિયર કલાકારો બાળકો માટે શિક્ષક જેવા છે. બધા જ સ્વીટ છે. જોકે, તે શરૂઆતમાં દિલીપસરની સામે એક્ટિંગ કરતા ડરી જતી હતી. 

મોમ છે હાઉસવાઈફઃ
નિધીની મોમ હાઉસવાઈફ છે. તેના પિતા એકાઉન્ટન્ટ છે. તેને એક નાનો ભાઈ છે. નિધીની સફળતામાં તેની મોમનો સૌથી વધુ હાથ છે. તે ટ્યુશનમાં જતી નથી. નિધીને તેની મોમ જ ભણાવે છે. નિધી કહે છે કે જો તે ભવિષ્યમાં એક્ટ્રેસ નહીં હોય તો તે ફિઝિયોથેરાપિસ્ટ હશે. 
 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, નિધીની પેરેન્ટ્સ તથા ફ્રેન્ડ્સ સાથેની ખાસ તસવીરો..)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: TMKOC fame sonu aka nidhi bhanushali birthday, bhavya gandhi wished her
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended