Home »TV »Latest Masala» Sunil Grover Show In Dubai, Name Mashoor Gulati Ki Clinic

સુનીલે કર્યાં કપિલ શર્માના વખાણ; કહ્યું, ''ગ્રેટ કોમેડિયન, ભારતને હસાવે છે''

divyabhaskar.com | Apr 21, 2017, 14:49 PM IST

મુંબઈઃ 'ધ કપિલ શર્મા શો' છોડ્યા બાદ સુનીલ ગ્રોવર હાલમાં દુબઈમાં શો કરી રહ્યો છે. અહીંયા શેખ રાશિદ ઓડિટોરિયમમાં સુનીલ ગ્રોવરે એક પ્રોગામ રજૂ કર્યો હતો અને તેનું નામ 'મશહૂર ગુલાટી કી કોમેડી ક્લિનિક' રાખવામાં આવ્યું હતું. પ્રોગ્રામ પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જોકે, અહીંયા સુનીલે કપિલ શર્માને લગતા સવાલોના જવાબો આપવાનું ટાળ્યું હતું. જોકે, દુબઈની એક વેબસાઈટને સુનીલ ગ્રોવરે ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને આ ઈન્ટરવ્યૂમાં સુનીલ ગ્રોવરે કપિલ શર્માના વખાણ કર્યાં હતાં.

કપિલને ગણાવ્યો ગ્રેટ કોમેડિયનઃ
સુનીલ ગ્રોવરને જ્યારે કપિલ શર્મા કેવો છે, તે અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે કપિલ શર્મા એક ગ્રેટ કોમેડિયન છે, જે આખા ભારતને હસાવે છે. સુનીલનો જવાબ સાંભળીને ઘણાંને નવાઈ લાગી હતી. કેટલાંક લોકો માની રહ્યાં છે કે સુનીલે આ રીતે વખાણ કરતાં શું હવે આ બંને સાથે કામ કરશે?

આ કારણથી સુનીલ-કપિલ થયા અલગઃ
ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરતી વખતે વિમાનમાં કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને દારૂના નશામાં ઝઘડો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોઈ પણ કારણ વગર કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ગાળો આપી હતી અને જૂતાથી માર માર્યો હતો. 

કપિલે માંગી માફીઃ
આ ઘટના બાદ કપિલ શર્માએ ટ્વિટર પર સુનીલ ગ્રોવરની માફી પણ માંગી હતી. જોકે, સુનીલ ગ્રોવરે આ શો છોડવાનો નિર્ણય લઈ લીધો હતો. આટલું જ નહીં ચર્ચા છે કે સુનીલ ગ્રોવર ટૂંક સમયમાં જ પોતાનો નવો શો લઈને આવવાનો છે. 

ચંદન પ્રભાકર સાથે થયો ઝઘડોઃ
વિમાનમાં સુનીલ ગ્રોવર પહેલાં કપિલ શર્માનો ચંદન પ્રભાકર(ચાવાળો) સાથે ઝઘડો થયો હતો અને તેને પણ ગાળો આપી હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, રાજુ શ્રીવાસ્તવ, સુનીલ પાલે સુનીલ-કપિલ વચ્ચે સમાધાનના કર્યાં પ્રયાસો.....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sunil grover show in dubai, name mashoor gulati ki clinic
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended