Home »TV »Latest Masala» Sonpari Serial Child Artist Jhanak Shukla Look Now A Days

17 વર્ષમાં આટલી બદલાઇ 'સોનપરી'ની Princy, જાણો શું કરે છે અત્યારે

divyabhaskar.com | Jun 17, 2017, 17:49 PM IST

  • જનકનો નાનપણનો લુક અને હાલનો લુક
મુંબઇઃ 2000માં ટેલિકાસ્ટ થયેલી સીરિયલ 'સોનપરી' બાળકોમાં ખૂબ ફેમસ થઇ હતી. આ શોમાં સોનપરીથી લઇને ફ્રુટી સુધીના કેરેક્ટરને લોકોએ ખૂબ પસંદ કર્યા હતાં. ખાસ તો શોનું સૌથી નાનું કેરેક્ટર પ્રિન્સી લોકોને ખૂબ ગમ્યું હતું. પ્રિન્સીનો રોલ 4 વર્ષની જનક શુક્લાએ કર્યો હતો. જે હવે BAનો અભ્યાસ કરી રહી છે. જનક 'કુમકુમ ભાગ્ય'ની એક્ટ્રેસ સુપ્રિયા શુક્લા અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર હરિ શુક્લાની દીકરી છે. સુપ્રિયા શોમાં લીડ એક્ટ્રેસ શ્રુતિ ઝાની મોમનો રોલ પ્લે કરી રહી છે.
 
શાહરૂખ ખાન સાથે કર્યું છે કામ
-જનક વર્ષ 2003માં રીલિઝ થયેલી શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'કલ હો ના હો'માં પણ જોવા મળી છે.
-આ ફિલ્મમાં જનકે પ્રિટી ઝિન્ટાની નાની બહેન જિયાનું કેરેક્ટર પ્લે કર્યું હતું.
-જનક 'કલ હો ના હો' ઉપરાંત 'ડેડલાઇનઃ સિર્ફ 24 ઘંટે'માં પણ કામ કરી ચૂકી છે.
-જો વાત કરવામાં આવે ટીવી શોઝની તો તે 'કરિશ્મા કા કરિશ્મા' ઉપરાંત 'હાતિમ', 'ગુમરાહ' અને અનેક જાહેરાતમાં પણ જોવા મળી છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી વાંચો જનક શુક્લા સાથે જોડાયેલી અન્ય વાતો....
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sonpari Serial Child Artist Jhanak Shukla Look now a days
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended