Home »TV »Latest Masala» Actress Saumya Tandon Robbed In Turkey

ઇસ્તંબુલમાં આ એક્ટ્રેસ સાથે થઇ લૂંટ, ટેક્સી ડ્રાઇવરે તફડાવ્યા 73 હજાર

divyabhaskar.com | Jun 11, 2017, 11:33 AM IST

  • સૌમ્યાએ 2007માં ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ વી મેટ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
મુંબઇ/ઇસ્તંબુલઃ 'ભાભીજી ઘર પર હૈ' સીરિયલમાં અનિતા ભાભીનો રોલ કરનાર સૌમ્યા ટંડન સાથે લૂંટફાટનો મામલો સામે આવ્યો છે. આ લૂંટ તેની સાથે એક ટેક્સી ડ્રાઇવરે કરી છે. તે અનિતાના પર્સમાંથી આશરે એક હજાર યૂરો (73 હજાર રૂપિયા) લઇને ભાગ્યો હતો. નોંધનીય છે કે અનિતા ફેમિલી સાથે રજા પસાર કરવા માટે તુર્કી ગઇ હતી.
 
ડ્રાઇવરે અધવચ્ચે કાર રોકી માગ્યા રૂપિયા
-સૌમ્યાએ જણાવ્યું કે આ ઘટના તેની સાથે ગત અઠવાડિયે થઇ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે,"જ્યારે હું ઇસ્તંબુલમાં ટેક્સીથી જઇ રહી હતી તો ડ્રાઇવર મારા પર રાડો પાડવા લાગ્યો હતો. તેણે કહ્યું કે મારી પ્રેયરનો સમય થો છે. તેણે રસ્તામાં જ કાર રોકી હતી અને રૂપિયા માગવા લાગ્યો હતો."
-"હું શહેર જોવામાં જ મશગૂલ હતી. ટેક્સી ડ્રાઇવરે પોતાનું મીટર પણ ચાલુ કર્યું નહોતું. જ્યારે મેં તેને રૂપિયા આપ્યા ત્યારે તેણે કહ્યું કે આ કરન્સી બરાબર નથી. જ્યારે તુર્કીમાં યુરો અને લીરા બન્ને ચાલે છે. મને લાગ્યું કે તે યુરો માગી રહ્યો છે."
-"જ્યારે હું પોતાના પર્સમાંથી યુરો કાઢતી હતી ત્યારે તેણે મારા પર્સમાં હાથ નાખ્યો અને 1000 યુરો કાઢી મને ટેક્સીમાંથી નીચે ઉતારી મૂકી હતી. આ વિશે મેં પોલીસમાં ફરિયાદ પણ લખાવી છે."
 
ટ્વિટર પર ફેને શૅર કરી પોસ્ટ
સૌમ્યાના એક ફેને તેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, "Mam plz stay safe after that robbery incident at Instanbul, U r very precious to us".
-સૌમ્યાએ આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું હતું કે, "Thanks Rajesh , I am fine".
 
2006માં કર્યો પહેલો ટીવી શો
-સૌમ્યાએ પહેલો ટીવી શો 2006માં કર્યો હતો. આ શોનું નામ હતું 'એસા દેશ હૈ મેરા'. આ શોમાં તેણે રસ્ટી દેઓલનો રોલ કર્યો હતો. આ પછી તે 'મેરી આવાજ કો મિલ ગઇ રોશની'માં જોવા મળી હતી. હોસ્ટ તરીકે તે શાહરૂખ ખાન સાથે રિયાલિટી શો 'જોર કા ઝટકા'માં પણ જોવા મળી હતી. આ ઉપરાંત તેણે 'કોમેડી સર્કસ કે તાનસેન', 'મલ્લિકાએ કિચન ઓન એર' (2,3,4) અને 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' (1, 2, 3) જેવા શોને પણ હોસ્ટ કર્યા છે.
 
10વર્ષ ડેટિંગ પછી કર્યા લગ્ન
ગત વર્ષે ડિસેમ્બરમાં સૌમ્યાએ ગુપચુપ રીતે બેન્કર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતાં. એવું કહેવામાં આવે છે કે સૌમ્યા દસ વર્ષથી સૌરભને ડેટ કરતી હતી.
-નોંધનીય છે કે બન્ને મુંબઇમાં લિવ ઇન રિલેશનશીપમાં પણ રહેતાં હતાં. બન્ને એકબીજાને કોલેજમાં હતાં ત્યારથી ઓળખે છે.
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actress Saumya Tandon Robbed In Turkey
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended